(એજન્સી) વોશિંગ્ટન, તા.૫
અમેરિકામાં ૬ નવેમ્બરે મધ્યકાલીન ચૂંટણી થશે. જેમાં સોનેટ એટલે કે અમેરિકી સંસદના ઉચ્ચ સદનમાં ૧૦૦માંથી ૩૫ ટકા બેઠકો અને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટીવ એટલે કે નીચલા સદનની તમામ ૪૩૫ બેઠકો પર સાંસદ ચૂંટાશે. ૩૫ રાજ્યોના ગવર્નર પણ ચૂંટાશે. મધ્યકાલીન ચૂંટણીને રાષ્ટ્રપતિના અડધા કાર્યકાળના પ્રદર્શનનું પરિણામ માનવામાં આવે છે. જો રિપબ્લિકન પાર્ટી બંને સદનોમાં જીતી જાય છે તો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના કાર્યકાળના બચેલા બે વર્ષ વિપક્ષના અવરોધ વગર કામકાજ કરી શકશે. જો કે, પાછલા ૮૪ વર્ષમાં ૧૯૩૪ અને ૨૦૦૨માં જ આવો મોકો આવ્યો હતો. ત્યારે તત્કાલીન રાષ્ટ્રપતિની પાર્ટીને મધ્યકાલીન ચૂંટણીમાં બંને સદનોમાં જીત મળી હતી.
અમેરિકામાં દર ચાર વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણી થાય છે. જે સાલે રાષ્ટ્રપતિ ચૂંટાય છે તેના બે વર્ષ બાદ મધ્યકાલીન ચૂંટણી થાય છે. જો રિપબ્લિકન સોનેટની ૩૫ અને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની ૪૩પમાંથી મોટો હિસ્સો ગુમવી દેશે તો તેમણે ટ્રમ્પના કાર્યકાળમાં આવનારા બે વર્ષમાં મહત્ત્વના કાયદા બનાવવા અને નિર્ણયો લેવામાં દિક્કતોનો સામનો કરવી પડી શકે છે. જો વિપક્ષી ડેમોક્રેટ પાર્ટીની ચૂંટણીમાં રિપબ્લિકંસથી વધારે સિટો મળે છે તો તે તેને ટ્રમ્પ પર જનતાનો વિશ્વાસ ઓછો થતો હોવાનું બતાવીને નીચલા સદનમાં રાષ્ટ્રપતિને હટાવાવનો પ્રસ્તાવ લાવી શકે છે. જો કે, રાષ્ટ્રપતિને હટાવવાની તાકાત માત્ર સોનેટ પાસે છે.