(એજન્સી) મદ્રાસ,તા. ૧૪
કોંગ્રેસના સીનિયર નેતા અને પૂર્વ નાણા મંત્રી પી.ચિદંબરમને એક મોટી રાહત આપતાં મદ્રાસ હાઈકોર્ટે તેમના પરિવાર સામેના આવકવેરા વિભાગનો ઓર્ડર રદ કરવાનો આદેશ આપ્યો છે. જસ્ટીસ ટીએસ શિવગનમે ગઈ કાલે ૩૧ માર્ચ ૨૦૧૬ ના ઓર્ડર રદ કર્યો હતો જે આવકવેરા વિભાગ ચેન્નઈ દ્વારા જારી કરવામાં આવ્યો હતો જેમાં ચિદંબરમ અને બીજા પાસેથી ૬ લાખની બાકી નીકળી રકમ ચુકવણી સંબંધિત હતો. આવકવેરા વિભાગે એક નોટીસ જારી કરીને એવું જણાવ્યું હતું કે એવું માનવાને કારણ છે કે ટેક્ષને પાત્ર આવકની આકારણી થઈ નહોતી. ચીદંબરમની ઉપરાંત, તેમના પુત્ર કાર્તિ ચિદંબરમ અને તેમના પુત્રવધુ શ્રીનીધિ તથા તેમની પત્ની નલીની તથા બીજા અરજદારો હતો. તેમણે એવી રજૂઆત કરી કે વેચાણમાંથી આવક પર ટેક્ષ લાગશે. જસ્ટીસે તેમના આદેશમાં કહ્યું કે સુપ્રીમ કોર્ટના ચુકાદામાં જેવું કહેવામાં આવ્યું છે કે કરદાતાઓના ભાગરૂપે તેની જવાબદારીમાં તમામ પ્રાથમિક હકીકતોને વાત આવતી નથી. જસ્ટીસ ટીએસ શિવગનમે ગઈ કાલે ૩૧ માર્ચ ૨૦૧૬ ના ઓર્ડર રદ કર્યો હતો જે આવકવેરા વિભાગ ચેન્નઈ દ્વારા જારી કરવામાં આવ્યો હતો. જજે કહ્યું કે આ ઉપરાંત અરજદારોની સામે એવો પણ આક્ષેપ નથી કે તેમણે આકારણી માટે જરૂરી તમામ સામગ્રીની હકીકતો સંપૂર્ણપણે જાહેર કરી નથી. તેથી આકારણી ફરી વાર શરૂ કરવાનો આદેશને ગેરકાયદેસર ઠેરવવામાં આવે છે અને તેમની સામેની કાર્યવાહીને રદબાતલ કરવામાં આવે છે.