(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૦
દારૂલ ઉલૂમના ફતવા વિભાગના અધ્યક્ષ મુુફ્તિ અરશદ ફારૂકીએ આજે જણાવ્યું હતું કે, મદ્રેસામાં વડાપ્રધાન મોદીના ફોટા દર્શાવવા શરિયત વિરૂદ્ધ છે. ઉત્તરાખંડ સરકાર દ્વારા જારી કરાયેલા દિશા નિર્દેશ કે જેમાં જણાવ્યું છે કે, મદ્રેસા સહિત દેશની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં વડાપ્રધાન મોદીના ફોટા મુકવા ફરજિયાત છે, તેના પર પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે, અગાઉ કોઇપણ વડાપ્રધાનના ફોટા દર્શાવવા કહેવાયું નથી તો અત્યારે કેમ ? મુફ્તિએ દાવો કર્યો હતો કે, આદેશ આપતા પહેલા સરકારે વિચારવું જોઇએ કે આ બાબત શરિયત વિરોધી છે. આવા આદેશ મુસ્લિમોની ધાર્મિક લાગણીઓ દુભાવે છે. ગત શુક્રવારે ઉત્તરાખંડના મદ્રેસાઓ પર આ દિશાનિર્દેશ જારી કરી સ્તબ્ધ કરાયા હતા જે આદેશ ગત વર્ષે સ્વાતંત્ર્ય દિવસના થોડા દિવસ બાદ જારી કરાયા હતો. મદ્રેસાઓના સંચાલકોએ આ આદેશ માનવાનો ધાર્મિક આધારે ઇન્કાર કર્યો છે. ત્યારબાદ ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર રાવતે મદ્રેસાઓના સંચાલકોને આનાકાની છોડી અન્ય શૈક્ષણિક સંસ્થાઓની જેમ પરંપરાગત વિચારધારા અપનાવવા કહ્યું હતું.
મદ્રેસામાં મોદીના ફોટા દર્શાવવા શરિયત વિરૂદ્ધ : દારૂલ ઉલૂમ ફતવા અધ્યક્ષ

Recent Comments