મેરઠ, તા. ૧૯
ઉત્તરપ્રદેશના લઘુમતી કલ્યાણ મંત્રી લક્ષ્મી નારાયણે જણાવ્યું છે કે, રાજ્યના મદ્રેસાઓમાં હાલ પ્રવર્તી રહેલા ધાર્મિક શિક્ષણમાં કોઇ ફેરફાર કરવામાં નહીં આવે. મેરઠની મુલાકાતે ગયેલા લઘુમતી પ્રધાન વિજ્ઞાન અને ટેકનોલોજીના શિક્ષણથી વિદ્યાર્થીઓ માટે રોજગારની તકો ઊભી થશે. નારાયણે બાદમાં કહ્યું કે, ધાર્મિક શિક્ષણના નામે તાજેતરમાં જ મદ્રેસાઓ ગેરમાર્ગે દોરતા હતા. પહેલાની સરકારો પ્રશંસાના નામે મદ્રેસાઓને નાણા આપતી હતી અને આ નાણા તેમના યોગ્ય શિક્ષણ માટે ઉપયોગમાં લેવાતા નહોતા. આજ કારણે મદ્રેસાઓમાં સામાન્ય શિક્ષણનો અભાવ હતો. તેમણે વધુમાં કહ્યંંુ કે, આ જ કારણે યોગી સરકારે મદ્રેસાઓને અપાતા ફંડને સીધા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા સૂચન કર્યંુ છે જેથી નાણઆને મધ્યસ્થીઓના હાથમાં જતા અટકાવી શકાય. પ્રધાને જણાવ્યંુ કે, ભાજપની સરકાર ધાર્મિક શિક્ષણમાં ફેરફાર કર્યા વિના અન્ય શિક્ષણની ગુણવત્તામાં સુધારા કરવાના પ્રયાસો કરી રહી છે. નારાયણે જણાવ્યું હતું કે, મદ્રેસાઓના ધાર્મિક શિક્ષણમાં ફેરફાર કર્યા વિના એવા વિષયોને જોડવામાં આવશે જેનાથી વિદ્યાર્થીઓને રોજગાર તથા સાયન્સ અને ટેકનોલોજી પ્રત્યે પણ પગભર કરી શકાય.