(એજન્સી) નવી દિલ્હી, તા.૧૭
દેશના મોટાભાગના રાજ્યો ખાસ કરીને ઉત્તરપ્રદેશમાં આવેલા મદ્રેસાને ‘‘બિઝિક શિક્ષા અધિકારો’’ના માધ્યમથી વિવિધ મામલાઓમાં જારી કરાયેલ નોટિસ બંધારણમાં લઘુમતીઓને આપવામાં આવેલી ધાર્મિક આઝાદી વિરૂદ્ધમાં છે જે ખૂબ જ અસહનીય છે. મદ્રેસાઓ આ નોટિસોની જાળમાં ન ફસાય અને તેઓ સાચા જવાબ દાખલ કરે. આના માટે જમિઅત-ઉલેમા-એ-હિન્દના વિશેષજ્ઞ અને અનુભવી વકીલોની એક ટીમ પણ તૈયાર કરી છે. જમિઅતે મદ્રેસાઓની સુરક્ષા માટે ‘મદારિસ એસોસિએશન’ની સ્થાપનાનો પ્રસ્તાવ પણ પારિત કર્યો છે. વર્કીંગ કમિટીએ જમિઅત લીગલ સેલના ઓફિસ દિલ્હીમાં સ્થાપિત કરવાની પરવાનગી આપી છે. આની ઘોષણા મૌલાના સૈયદ અરશદ મદનીએ જમિઅત ઉલેમા-એ-હિન્દની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક પૂરી થયા બાદ કરી હતી. આ અવસરે રોહિંગ્યા શરણાર્થીઓની મદદ, સ્વતંત્રતા સંઘર્ષમાં મદ્રેસાઓની ભૂમિકા, આસામમાં લાખો મુસ્લિમો પર વિદેશી નાગરિકતાની લટકતી તલવાર સહિત ઘણા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.