Ahmedabad

રાજકોટમાં લોકોને દંડથી બચાવવા મફતમાં હેલ્મેટ ભાડે આપવાનું શરૂ

અમદાવાદ,તા.૧૭
કેન્દ્ર સરકારના ટ્રાફિકના નવા નિયમોને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ગરીબો માટે હેલ્મેટ ખરીદવું પણ મુશ્કેલ છે. ત્યારે રાજકોટના એક વેપારીએ ગામડેથી આવતા ગરીબોને રાજકોટ શહેરમાં દંડથી બચાવવા મફતમાં હેલ્મેટ ભાડે આપવાનું શરૂ કર્યું છે.
રાજકોટના આજી ડેમ ચોકડી વિસ્તારમાં પોતાની દુકાન ધરાવતા કિશોરભાઇ વેકરીયા જેઓ ટ્રાફિકના નિયમોનું લોકોને અનોખી રીતે પાલન કરાવીને મદદ કરી રહ્યા છે. કિશોરભાઇ પોતાની દુકાનમાં હેલ્મેટ રાખે છે અને આ હેલ્મેટ ડિપોઝીટ લઇને સામાન્ય માણસને પહેરવા માટે આપે છે. ભાવનગર હાઇવે પરના ગામોના લોકોને શહેરમાં કોઇ કામથી આવવું હોય અને હેલ્મેટ ન હોય તો કિશોરભાઇ તેને ડિપોઝીટ લઇને હેલ્મેટ આપે છે અને જ્યારે તે પરત આવે ત્યારે ડિપોઝીટ પાછી આપે છે. કિશોરભાઇનું માનવું છે કે કેન્દ્ર સરકારની નવી ટ્રાફિકની નીતિને કારણે સામાન્ય માણસ દંડ ભરી શકે તેવી સ્થિતિ નથી. જેના કારણે લોકોને મદદ કરવાના ભાગરૂપે આ રીતે તેઓ હેલ્મેટ ભાડે આપી રહ્યા છે. કોઇ સહેજ પણ કોઇની ઓખળાણ આપે તો ડિપોઝીટ લેતા પણ નથી. પ્રથમ દિવસે જ ૧૦થી વધુ લોકો હેલ્મેટ વિનામૂલ્યે ભાડે લઇ ગયા હતા.
કિશોરભાઇ વેકરીયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું ખેડૂતનો પુત્ર છું, ગામડેથી આવતા લોકોને કેટલી મુશ્કેલી પડે તે મને ખબર છે. નાના ગામેથી આવતા ખેડૂતો અને લોકો સિટીમાં નિયમોથી દંડાતા હોય છે. હેલ્મેટ ભૂલી જતા હોય છે તેને સાચવવામાં મુશ્કેલી થતી હોય છે તેના માટે આ વિચાર આવ્યો. મેં અને આજુબાજુના દુકાનદારોએ નક્કી કર્યું છે કે એક વખત અમે દુકાને આવી ગયા પછી રાત સુધી અમારા હેલ્મેટ દુકાનમાં જ પડ્યા રહે છે તેના કરતા અન્ય જાણિતાને મદદ કરીએ તો. હા કોઇ અજાણ્યું આવે તો ૧ હજાર ડિપોઝીટ લઇ હેલ્મેટ આપી દઇ તે પરત કરે એટલે પૈસા પરત. બીજી તરફ લોકો પણ કિશોરભાઇના આ પગલાને આવકારી રહ્યા છે. તેમના કહેવા પ્રમાણે ગામડાના માણસો પાસે એટલા રૂપિયા નથી હોતા કે તે દંડ ભરી શકે.
લોકોએ હેલ્મેટ સાચવવા ધંધો શરૂ કર્યો છે ત્યારે કિશોરભાઇ સ્વાર્થ વગર મદદ કરે છે
મહત્વનું છે કે, ટ્રાફિકના નવા નિયમોનો શહેરમાં વિરોધ થઇ રહ્યો છે ત્યારે કિશોરભાઇના આ નવા પ્રયોગે સૌ કોઇનું ધ્યાન આકર્ષીત કર્યું છે. કિશોરભાઇ માની રહ્યા છે કે, સરકારે દંડની રકમ વસૂલતા પહેલા રસ્તાઓ, ટ્રાફિક સિગ્નલ અને લોકોને પૂરતી સુવિધા આપવી જોઇએ પછી કડક અમલવારી કરવી જોઇએ.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    AhmedabadReligion

    જુહાપુરામાં રહેતા મધુબેનનું અવસાન થતાં મુસ્લિમસમુદાયે અંતિમવિધિમાં સામેલ થઈ કોમી એકતા દર્શાવી

    મધુબેન છેલ્લા પ૦ વર્ષથી કોઈપણ…
    Read more
    AhmedabadSports

    રાશિદ ખાને તોડ્યો મો.શમીનો રેકોર્ડ, GT માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યો

    અમદાવાદ, તા.૧અફઘાનિસ્તાનના સ્ટાર…
    Read more
    AhmedabadSports

    અમદાવાદ ખાતે ગુજરાત ટાઈટન્સ અને…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.