અમદાવાદ, તા.ર૭
ગુજરાતની ભાજપ સરકાર આરોગ્ય ક્ષેત્રે ગુજરાતની સ્થિતિના ભલે મસમોટા દાવા કરતી હોય પરંતુ હકીકત એ છે કે સરકારી હોસ્પિટલોની હાલત કફોડી છે અનેક સરકારી હોસ્પિટલો અને પ્રાથમિક કે સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં ડૉક્ટરો સહિતના સ્ટાફની જગ્યાઓ વર્ષોથી ખાલીછે. મોટાભાગના આરોગ્ય કેન્દ્રોમાં કે સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને સામાન્ય દવાઓ પણ અપાતી નથી. રાજ્યના છ કરોડ નાગરિકોની આરોગ્ય સેવા માટે રાજ્ય સરકાર ગંભીર નથી તેવી હકીકત સાથે આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ.મનિષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્યની છ સરકારી મેડિકલ કોલેજમાં ૬૪ પ્રોફેસરો ૧૬૭ એસોસિએટ પ્રોફેસર અને ર૪૦ આસિસ્ટન્ટ પ્રોફસરની જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. ભાજપ સરકારની ફિક્સ્‌ પગારની નીતિ અને આઉટસોર્શિંગના કારણે રાજ્યમાં સરકારી હોસ્પિટલમાં હાલત કફોડી છે. રાજ્ય સરકાર હસ્તકની જનરલ હોસ્પિટલોમાં બાળરોગ નિષ્ણાંતો ડૉક્ટરોની ૭પ મંજૂર જગ્યાની સામે માત્ર ર૩ જગ્યા જ ભરાયેલ છે અને પર જગ્યા ખાલી છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ૭૩ સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ર૧૯ પ્રામિક આરોગ્ય કેન્દ્ર અને૯૪૮ પેટા આરોગ્ય કેન્દ્રની ઘટ છે. સાથે સાથે રાજ્યના ૩૦૦ સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને ૬૭ સરકારી હોસ્પિટલમાં ૧૬પ૩ જગ્યાઓ ખાલી એટલે કે ૭૮ ટકા ડૉક્ટરો વિના દવાખાનાઓમાં છેલ્લા પાંચ વર્ષ કરતાં વધુ સમયથી ખાલી હોવાથી દર્દીઓ હેરાન-પરેશાન થઈ રહ્યા છે. રાજ્યમાં ૧ર૦૮ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ૩૦૦ સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને ૬૭ સરકારી હોસ્પિટલોમાં વર્ગ-રના આરોગ્ય અધિકારી ર૮૭૧માંથી ૧૧૬૮ એટલે કે ૪પ ટકા જેટલી જગ્યાઓ પાંચ વર્ષ કરતાં વધુ સમયથી ખાલી છે. મોટાભાગના આરોગ્ય કેન્દ્રોમાં સામાન્ય દવાઓ પણ દર્દીઓને અપાતી નથી. બહારના મેડિકલ સ્ટોર્સ સાથે ગોઠવણ હોવાથી સરકારી હોસ્પિટલોમાંથી આપવાની થતી મફત દવાઓ દર્દીઓને અપાતી નથી.