(એજન્સી) મુંબઈ,તા.૯
બોમ્બે હાઈકોર્ટે માફિયા ડોન અરૂણ ગવળીને અપાયેલ જન્મટીપની સજા કાયમ રાખી હતી. ર૦૧રમાં ટ્રાયલ કોર્ટે શિવસેનાના મ્યુ. કોર્પોરેટરની હત્યા બદલ ગવળીને મકોકા હેઠળ દોષી ઠરાવી જન્મટીપની સજા ફટકારી હતી. બોમ્બે હાઈકોર્ટની ડિવિઝન બેંચે પૂર્વ ધારાસભ્ય ગવળી અને એમના અન્ય સાથીઓની જન્મટીપની સજા કાયમ રાખી હતી.
ગવળીએ પોતાના માળસોને સેના કોર્પોરેટર કમલાકર જામસંદેકરની હત્યા કરવા ઘાટકોપર એમના ઘરે મોકલ્યો હતો. જેમણે એની હત્યા કરી હતી. આ ઘટના માર્ચ ર૦૦૮માં બની હતી. બે મહિના પછી આ હત્યાની સુપારી લેનાર અરૂણ ગવળીની ધરપકડ કરાઈ હતી અને સ્પે. કોર્ટે ર૦૧રમાં જન્મટીપની સજા ફટકારી હતી. જે સજા બોમ્બે હાઈકોર્ટે માન્ય રાખી હતી. હાલ માફિયા ડોન નાગપુરની સેન્ટ્રલ જેલમાં છે.