(સંવાદદાતા દ્વારા) સુરત, તા. ૨૬
સરથાણા વિસ્તારમાં મોડી રાત્રે અચાનક જ એક મગર રસ્તા પર નીકળી પડ્યો હતો. મગર રસ્તા પર નીંકળતા લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. મગર આખરે વાલક પાટીયા પાસે સ્ટોર્મ વોટર ડ્રેનેજમાં છુપાઇ ગયો હતો. જેથી મગરને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યો હતો. સરથાણા અને કામરેજ વચ્ચેના વાલક ગામ નજીક નદી કિનારે મગર દેખાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. મગર બહાર રસ્તા પર નીકળી પડ્યો હતો. રસ્તા પર મગરને ચાલતા જોઇ સો કોઇ ગભરાય ગયા હતા. મગર ચાલતો ચાલતો વળાંક પાટિયા પાસે એક સ્ટોર્મ વોટર ડ્રેનેજમાં છુપાઇ ગયો હતો. જેથી સ્થાનિક લોકોએ વહેલી સવારે ૪ વાગ્યા આસપાસ પ્રયાસ જીવદયા સંસ્થાને આ વાતની જાણ કરી હતી. જેથી કાર્યકર્તાઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. મગર સ્ટોર્મ વોટર ડ્રેનેજમાં છુપાઇ ગયો હોવાથી પ્રયાસના કાર્યકર્તાએ ભારે જહેમતે મગર રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો હતો અને વન વિભાગને સોંપી દીધો હતો. મગરને લઇને સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. મગર તાપી નદી અથવા વાલક ગામની ખાડીમાંથી બહાર આવ્યો હોવાની શક્યતા હાલ જોવાઇ રહી છે. જ્યારે વાલક પાટીયા પાસેથી ફાડીમાંથી મગર અવાર નવાર જોવા મળતો હોવાની વાત સ્થાનિકો કરી રહ્યા છે.
સુરતમાં રહેણાંક વિસ્તારમાં મગર દેખાતાં ભયનો માહોલ

Recent Comments