વડોદરા, તા.૨૫
નેશનલ હાઇવે નં.૮ પર દુમાડ ચોકડી નજીક ૮.૫ ફુટનો મહાકાય મગર રસ્તો ક્રોસ કરી રહ્યો હતો તે દરમ્યાન પુરપાટ ઝડપે જતી ટ્રકે મગરને એડફેટમાં લેતા મગર ગંભીર રીતે ઘવાયો હતો. બનાવ અંગેની જાણ થતા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટનાં કાર્યકરો સ્થળ પર દોડી આવ્યા હતા તથા મગરને રેસક્યુ કરી વન વિભાગને સોંપ્યો હતો. ટ્રકની ટક્કરમાં મગરને માથાનાં ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. રેસ્ક્યુ ટીમનાં કારીગરોને મગરને રેસ્ક્યુ કરવામાં દોઢ કલાક જેટલો સમય લાગ્યો હતો.