(સંવાદદાતા દ્વારા) મોડાસા, તા.૧પ
બાયડ તાલુકામાં કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે ખેતરમાં રહેલો મગફળી અને કપાસનો મોટાભાગનો પાક નિષ્ફળ જતા ખેડૂતોના હાલ બેહાલ બન્યા છે રાજ્ય સરકારે મહા વાવાઝોડાની ઇફેક્ટના કારણે ખેડૂતો પાયમાલ થઇ જતા રૂ.૭૦૦ કરોડ રૂપિયાનું સહાય પેકેજ જાહેર કર્યું છે ખેતીવાડી વિભાગે બાયડ તાલુકામાં ખેડૂતોને ભારે નુકશાન થવા છતાં ૩૩ % થી ઓછું નુકશાન દર્શાવતા ખેડૂતોમાં ભારે રોષ સાથે રીસર્વેની માંગ સાથે ભારે હૈયે મગફળીનો પકવેલા પાકની હોળી કરી વિરોધ નોંધાવ્યો હતો બાયડ ખેતીવાડી વિભાગ દ્વારા ખેતીવાડી અધિકારી અને ગ્રામસેવકોએ ઓફિસમાં બેસી પાક સર્વેની કામગીરીમાં ધુપ્પલ ચલાવી ખોટા પંચનામા બનાવી ૭૦ ટકા થી વધુ નુકશાન ધરાવતા ખેડૂતો અંગે ૩૩ ટકાથી ઓછું નુકશાનીનો સર્વે કરતા કમોસમી વરસાદની તારાજીનો ભોગ બનેલા ખેડૂતોને સરકારની કોઈ સહાય મળે તેમ ન હોવાથી માથે પાક મેલીને રોવાનો વારો આવતા ખેડૂતોએ ધારણા યોજી આક્રમકઃ વિરોધ નોંધવાની સાથે રીસર્વે કરવામાં આવેની માંગ કરી સરકાર સામે સૂત્રોચ્ચાર કરી મગફળી સળગાવી વિરોધ નોંધાવ્યો હતો.