(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૧૮
રાજ્યમાં આજથી પુનઃ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ ગઈ છે, પરંતુ મગફળીમાં ભેજ લાગ્યો હોવાથી રિજેક્ટ થઈ રહી છે. આથી ખેડૂતો મજૂરી, વાહન ભાડું વગેરેનો ખર્ચ કરી મગફળી વેચવા જાય અને રિજેક્ટ થાય તો તેમને બમણો આર્થિક ફટકો પડે તેમ છે. આથી બીકના માર્યા ખેડૂતો મગફળી વેચવા જતા અચકાઈ રહ્યા છે. આથી ખેડૂતોની માગણી છે કે સરકારે ભેજ બાબતે બાંધછોડ કરી નિયમમાં સુધારો કરવો જોઈએ.
સરકાર દ્વારા ટેકાના ભાવની મગફળીની ખરીદી આમ તો તા.૧ નવેમ્બરથી શરૂ થઈ હતી પરંતુ માવઠાના કારણે ખેડૂતોનો પાક તૈયાર ન થયો હોવાથી ખેડૂતો મગફળી વેચવા માટે ન આવતા સરકારે મગફળીની ખરીદી બંધ કરવી પડી હતી. ફરી આજથી ટેકાના ભાવની મગફળીની ખરીદી શરૂ કરી પરંતુ જૂનાગઢ જિલ્લામાં ૧૮ દિવસની અંદર ત્રણથી ચાર વખત આવેલા માવઠાના કારણે ખેડૂતોની મગફળીમાં ભેજનું પ્રમાણ વધારે પડતું જોવા મળે છે. જેથી ખેડૂતની મગફળી સરકારના ધારાધોરણ મુજબ પાસ થતી ન હોવાથી ખેડૂતને સરકારનો ટેકો મળવો મુશ્કેલ બન્યો છે. ચોકી ગામના ખેડૂતને માત્ર પોઇન્ટ ૪૬ ભેજ વધુ આવવાના કારણે પોતાની મગફળી રિજેક્ટ થઈ હતી. જેથી નારાજ થઈ ફરી પોતાની મગફળી ભરી અન્યત્ર વેચવા તૈયારી કરવી પડી હતી.
ખેડૂતોને ટેકાના ભાવે મગફળી વેચવા માટે લઈ આવવામાં ડર લાગી રહ્યો છે. કારણ કે ખેડૂત મજૂરી અને વાહન ભાડા ચડાવી ગામડેથી પોતાની મગફળી માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચાડે ત્યારે કમોસમી વરસાદ અને માવઠાના કારણે આવેલા ભેજથી ખેડૂતની મગફળી રિજેક્ટ થવાનો ડર સતાવી રહ્યો છે. પરંતુ કેટલાક ખેડૂતો સરકારના ટેકાની આશાએ મગફળી પોતાનો વારો આવ્યો હોવાથી લઈને આવી રહ્યા છે ત્યારે મગફળી ભેજના કારણે રિજેક્ટ થવાથી ખેડૂતને નિરાશા સાથે આર્થિક ડામ પણ સહન કરવો પડે છે. કારણ કે રિજેક્ત થયેલી મગફળી ફરીવાર અન્ય જગ્યાએ વેચવા જવા માટે મજૂરી અને ભાડા ચઢાવવા પડે છે. જેથી સરકારે ખેડૂતોને ખરેખર ટેકો આપવો હોય તો જે વિસ્તારમાં માવઠાઓ પડ્યા છે ત્યાં ભેજ બાબતે બાંધછોડ કરી નિયમમાં સુધારો કરવો જોઈએ.
ટેકાના ભાવની ખરીદીમાં સરકારના અલગ-અલગ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અને કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે જેમાં ખેતીવાડી વિભાગ પુરવઠા વિભાગ નાફેડ સહિતના અનેક સરકારી કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે પરંતુ તેઓની વચ્ચે પણ સંકલનનો અભાવ જોવા મળે છે. આજે ૫૦ ખેડૂતોને મેસેજ કરીને બોલાવવામાં આવ્યા હતા, જેમાં પ્રથમ બે સેમ્પલ લેવામાં આવ્યા અને બંને સેમ્પલને ગ્રેડરોએ પાસ કર્યા હોવાનું ખેતીવાડી અધિકારી મીડિયા સમક્ષ જણાવી રહ્યા છે. પરંતુ પાછળથી બેમાંથી એક ખેડૂતનું મગફળીનું સેમ્પલ ભેજના કારણે રિજેક્ટ કરવું પડ્યું જ્યારે ખેતીવાડી અધિકારી કહે છે કે બંને સેમ્પલ પાસ થયા છે અને ખેડૂત કહે છે કે પ્રથમ વારો મારો હતો અને તે વધુ ભેજના કારણે રિજેક્ટ થયું છે.
સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરી પણ ખેડૂતો વેચવી કે કેમ તે અંગે અસમંજસમાં

Recent Comments