(એજન્સી) તા.૧૩
બીજેપીનો સંકલ્પ પત્ર જારી કર્યા બાદ હવે સીએમ યોગીએ સ્થાનિક મહાનગર પાલિકાની ચૂંટણીઓમાં મતદાતાઓને પાર્ટીના પક્ષ તરફ વાળવાની તૈયારી કરી લીધી છે. સીએમ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપા ઉમેદવારો માટે મત આપવાની અપીલવાળી સભાઓનું જુદા-જુદા જિલ્લાઓમાં સંબોધન કરશે તેની શરૂઆત તેઓ ૧૪ નવેમ્બરના રોજ અયોધ્યાથી કરશે. મંગળવારે અયોધ્યામાં સભા કર્યા બાદ સીએમ યોગી, ગોંડા અને બહરાઈચમાં પણ લોકોને સંબોધન કરશે. ત્યારબાદ ૧પ નવેમ્બરે કાનપુર, ૧૬ નવેમ્બરે અલીગઢ, મથુરા તેમજ આગ્રા, ૧૭ નવેમ્બરે અલ્હાબાદ, ૧૮ નવેમ્બરે મુઝફ્ફરનગર, મેરઠ અને ગાઝિયાબાદ બાદ ૧૯ નવેમ્બરના રોજ ગાજીપુર અને દેવરિયામાં સીએમની સભાઓ યોજાશે.
સીએમ યોગી ર૦ નવેમ્બરે બલરામપુર, બસ્તી બાદ ગોરખપુર જશે. ર૧ નવેમ્બરે તેમની સભાઓ જૌનપુર, બલિયા અને મઉમાં યોજાશે. ત્યારબાદ રર નવેમ્બરે વારાણસી અને ર૩ નવેમ્બરે શાહજહાંપુર, ફરૂખાબાદ તેમજ કનોજ, ર૪ નવેમ્બરના રોજ ઝાંસી, ફતેહપુર અને લખનૌ, રપ નવેમ્બરે બારાબંકી, લખીમપુર તેમજ બરેલી, ર૬ નવેમ્બરે મુરાદાબાદ, સહારનપુર અને ર૭ નવેમ્બરે કુશીનગરમાં સીએમની સભા યોજાશે.