નવી દિલ્હી,તા.૧૦
મહારાષ્ટ્રમાં આ વર્ષનાં અંતમાં વિધાનસભા ચૂંટણીઓ થવાનાં એંધાણ વર્તાય રહ્યા છે. જેથી રાજકિય મૌસમ પુરબહારમાં ખીલી ઉઠી છે. દરેક રાજકિય પાર્ટીઓએ ચૂંટણી પ્રચાર, રણનીતિ અને બેઠકોની વહેંચણી મુદ્દે મનોમંથન બેઠક શરૂ કરી દીધી છે. તમામ નેતાઓ લોકો પાસે પહોંચીને રાજ્યની સત્તા પર કબ્જો જમાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. ભાજપે તો મહાજનાદેશ યાત્રાનાં ભાગ સ્વરૂપે પોતાનો ચૂંટણી પ્રચાર શરૂ પણ કરી દીધો છે. બીજી તરફ પહેલાની જેમ જ કોંગ્રેસ ઉંઘતી ઝડપાઇ છે. ચૂંટણીને ધ્યાને રાખીને આજે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનાં વડા અને પૂર્વ કેન્દ્રિય પ્રધાન શરદ પવાર તાબડતોબ રાજધાની દિલ્હી આવી પહોંચ્યાં હતાં. શરદ પવારે દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટીનાં વચગાળાનાં પ્રમુખ અને યુપીએનાં ચેરપર્સન શ્રીમતી સોનિયા ગાંધી સાથે તેમના નિવાસ સ્થાને મુલાકાત કરી હતી. બન્ને પાર્ટીઓ (કોંગ્રેસ-એનસીપી) દરેક વખતે સાથે મળીને ચૂંટણી લડતી આવી છે. તેથી માનવામાં આવી રહ્યું છે કે, શરદ પવાર બેઠકોની વહેંચણી મુદ્દે ચર્ચા કરવા માટે દિલ્હી આવી પહોંચ્યાં હતાં. જો કે એક તરફ એવી માહિતી મળી રહી છે કે મહારાષ્ટ્ર વિધાનસભાની ૨૮૮ બેઠકોમાંથી ૧૧૧ સીટો પર ચૂંટણી લડવા માંગે છે. તેમજ એનસીપી ૧૦૪ બેઠકો પર ઉમેદવાર ઉભા રાખવા ઇચ્છે છે.
મહારાષ્ટ્ર ચૂંટણી : સોનિયા ગાંધી-શરદ પવાર વચ્ચે મુલાકાત

Recent Comments