(એજન્સી) મુંબઈ, તા.૨
એક સમયે ભાજપના સાથી રહેલા શિવસેનાએ હવે ભાજપની નીતિઓને જ અમલમાં મૂકવાનું શરૂ કર્યું છે. સત્તામાં આવવાની સાથ જ મહારાષ્ટ્રમાં શિવસેનાની આગેવાનીવાળી ઉદ્ધવ ઠાકરે સરકારે જૂના નિર્ણયો ફેરવવા અને યોજનાઓની સમીક્ષા કરવાનું શરૂ કર્યું છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મોદી સરકારના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન સહિત રાજ્યમાં ચાલી રહેલી વિકાસ યોજનાઓની સમીક્ષા કરવાના આદેશ આપ્યા છે. આ પહેલા તેમણે મુંબઇ મેટ્રો માટે આરેના કાર શેડના કામને રોકવાનો આદેશ આપ્યો હતો. મુખ્યમંત્રીએ રવિવારે જણાવ્યું હતું કે, તેમણે બૂલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષાના આદેશ આપ્યા છે. બુલેટ ટ્રેન યોજનાએ ખેડૂતો અને આદિવાસીઓના આકરા વિરોધનો સામનો કરવો પડ્યો છે જેમની જમીન અધિગ્રહિત કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, આ સરકાર સામાન્ય નાગરિકોની સરકાર છે. અમે બૂલેટ ટ્રેન યોજનાની સમીક્ષા કરીશું. તેમણે પત્રકારોને જ ઊલટો સવાલ કર્યો હતો કે, તમે પૂછી રહ્યા છો કે, શું મેં કાર શેડની જેમ બુલેટ ટ્રેન યોજનાને રોકી છે ? ના આ યોજનાને રોકાઇ નથી. ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે, તેમની સરકાર રાજ્યની નાણાકીય સ્થિતિ અંગે શ્વેત પત્ર લાવશે. તેમણે જણાવ્યું કે, રાજ્ય કરકાર પર આશરે પાંચ લાખ કરોડ રૂપિયાનું દેવું છે. શિવસેના પ્રમુખે કહ્યું કે, ખેડૂતોનું બિનશરતી દેવું માફ કરવા માટે તેઓ કટિબદ્ધ છે. આ ઘોષણાઓ ત્યારે કરવામાં આવી હતી.