(એજન્સી) નવી દિલ્હી, તા.ર૩
ચૂંટણીપંચે ઈવીએમ મશીન સાથે ચેડાંના ઈન્કાર બાદ કરેલા દાવા સામે મહારાષ્ટ્રમાં ઈવીએમ સાથે ચેડાં કર્યાની ઘટના સામે આવી છે. આરટીઆઈ ખુલાસામાં આ વાત જાહેર થઈ. આરટીઆઈ કાર્યકર અનીલ ગલગલીએ કહ્યું કે મહારાષ્ટ્રના સુલતાનપુર ગામમાં પરિષદ ચૂંટણી સમયે ઈવીએમ સાથે છેડછાડની ઘટના સામે આવી છે. ગલગલીએ કહ્યું કે મતદારો એક ઉમેદવારને મત આપવા બટન દબાવતા હતા ત્યારે નાળિયેરના સ્થાને કમળની એલઈડી લાઈટ થતી હતી તેની જાણકારી ચૂંટણી અધિકારીએ કલેક્ટરને આપી હતી. આ ગામમાં અપક્ષ ઊભેલા એક ઉમેદવાર આશા જોરે એ ઈવીએમમાં ગરબડીની ફરિયાદ કરી હતી. ત્યારપછી ગલગલીએ (આરટીઆઈ) કરી હતી, આરટીઆઈમાં ખુલાસો થયો કે અપક્ષ ઉમેદવારનું પહેલા ક્રમે નામ હતું. તે બટન દબાવતા બીજા ક્રમે ભાજપના નિશાન પર લાઈટ થતી હતી. બુથ નં. પ૬ પર આવી ગરબડ જોવા મળી. ચૂંટણી અધિકારીએ ફરિયાદ બાદ વોટિંગ બંધ કરી દીધું હતું. ત્યારબાદ આ પોલીસ સ્ટેશન પર પુનઃ વોટિંગ કરાવાયું હતું. મતદાન મથક (પ૬) પર ઈવીએમની ખરાબીની ફરિયાદ કલેક્ટરે ઈવીએમની ગરબડીનો એકરાર કર્યો હતો. ગલગલીએ કહ્યું કે ઈવીએમમાં છેડછાડ સામે આવી છે ત્યારે હવે ચૂંટણીપંચ કેવી રીતે ઈવીએમ બરાબર બતાવે છે. ભવિષ્યમાં આવી સ્થિતિ ટાળવા ચૂંટણીપંચે અન્ય વિકલ્પ શોધવા જોઈએ.