(એજન્સી) મુંબઈ,તા. ૧૧
મહારાષ્ટ્રના એમએલસી જતન પાટીલે બોલીવુડ કિંગ શાહરૂખખાન પર તાડૂકતાં કહ્યું કે અલીબાગ આવવું હોય તો મારી મંજૂરી લેવી પડશે. હકીકત એવી છે કે અલીબાગ જેટીમાં શાહરૂખ ખાન તેમની વૈૈૈૈૈૈભવી બોટમાં થી બહાર આવવામા મોૈડું કર્યું હતું જેને પરિણામે પાટીલને તેમના પ્રવાસમા મોડ્યું થયું હતુ. એક વીડિયોમાં ખાન પર તાડૂકતાં પાટીલે કહ્યું કે શું તમે સમગ્ર અલીબાગ ખરીદી લીધું છે. મને કહો. શું તમે સમગ્ર અલીબાગને ખરીદી લીધું છે. સોશીયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં એમએલસી શાહરૂખખાન પર તાડૂકતાં જોઈ શકાતા હતા. આ ઘટના દિવાળીની આસપાસ બની હોવાનું કહેવાય છે. વીડિયોમાં પાટીલ જેટી તરફ જઈ રહેલા દેખાતા હતા જ્યાં શાહરૂખની બોટ પાર્ક કરેલી હતી. પાટીલે આક્ષેપ કર્યો કે કહેવામાં આવ્યું હોવા છતાં પણ શાહરૂખખાન તેમની બોટમાંથી બહાર આવ્યાં નહોતા. આથી ગિન્નાયેલા વિધાન પરીષદના સભ્ય પાટીલે તેમની પર બૂમબરાડા પાડતાં કહ્યું કે તમે મારી મંજૂરી વગર અલીબાગમાં પ્રવેશી ન શકો. આ ઘટના વિશે વાત કરતાં પાટીલે કોલ્હાપુરમાં પત્રકારોને કહ્યું કે બોલીવુડ અભિનેતાને મારે માટે મુશ્કેલી પેદા કરી. તેઓ ગેટવે અને અલીબાગ સિટી વચ્ચે ફેરી કરે છે અને સ્થાનિક તથા રાહદારીઓને ખૂબ મોડું થાય છે. તેમણે ફરીયાદજનક સૂરમાં કહ્યું કે આને કારણે નિયમીત જતાં લોકોને ખૂબ મોટી પરેશાનીનો સામનો કરવો પડે છે.પાટીલે તો ત્યાં સુધી કહ્યું કે તેઓ મહારાષ્ટ્ર વિધાનસભાના શિયાળુ સત્રમાં આ મુદ્દો ઉઠાવશે. શાહરૂખખાને આ અંગે કોઈ જવાબ વાળ્યો નથી.