સાંગલી,તા.૩
મહારાષ્ટ્રના સાંગલીમાં સતારાની રહેવાસી આઠ મહિનાની ગર્ભવતી મહિલા સાથે આઠ વ્યક્તિઓએ સામૂહિક ગેંગરેપ કર્યાનો મામલો સામે આવ્યો છે. આ મામલાને ગંભીરતાથી લેતા મહારાષ્ટ્ર રાજ્ય મહિલા આયોગે ગુરૂવારે સ્થાનિક પોલીસ પાસે રિપોર્ટ માંગ્યો હતી. આ ઘટના મંગળવારની સવારે છ કલાકે બની હતી. ૨૦ વર્ષની મહિલા પોતાના પતિ કે જે હોટલ માલિક છે તેની સાથે તાસગામના તુર્ચિ ફાટામાં એક કારોબારી મીટિંગ માટે આવી હતી.
તાસગામ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે મહિલા અને તેનો પતિ હોટલના કામ માટે એક દંપતિની શોધ કરી રહ્યાં હતાં. આ કેસના આરોપી મુકુંદ માનેએ પતિને ફોન કરીને જણાવ્યું કે તે આવા દંપત્તિને જાણે છે. જે આવું કામ કરવા માટે રાજી છે અને તેમણે બંન્નેને તુર્ચિ ફાટા બોલાવ્યાં છે. માનેએ તેમને ૨૦૦૦૦ રૂપિયા એડવાન્સમાં લાવવા પણ કહ્યું હતું.
જ્યારે હોટલ માલિક તેમની પત્ની સાથે જણાવેલ ચોક્કસ સ્થળે ગયા ત્યારે માને અને તેના માણસોએ તેને ઢોર માર માર્યો. બાદમાં મહિલાના સોનાના ઘરેણાં અને તેમની પાસે રહેલી રોકડ પણ લૂંટી લીધી. બદમાશોએ પતિને બાંધીને કારની અંદર બંધ કરી દીધો અને પછી મહિલા સાથે રેપ કર્યો. જે પછી બધા આરોપીઓ ત્યાંથી ફરાર થઇ ગયાં.
હુમલાખોરોએ તેમને ધમકાવ્યાં કે તે પોલીસ પાસે ન જાય કારણ કે અમે આ વિસ્તારના ઘણાં પ્રભાવશાળી વ્યક્તિઓ છે. તેમની વાત પર કોઇ વિશ્વાસ નહીં કરે. આ ઘટના પછી દંપતીએ પોલીસ સ્ટેશન પહોંચીને ફરિયાદ નોંધાઇ હતી. મહિલાએ એફઆરઆઇમાં આઠમાંથી ચાર આરોપીઓ મુકુંદ માને, સાગર, જાવેદ ખાન અને વિનોદનું નામ નોંધાવ્યું હતું. ઘટનાના ૪૮ કલાક પછી પણ પોલીસ એકપણ આરોપીને ઝડપી નથી શકી. આ મામલામાં હસ્તક્ષેપ કરતાં મહારાષ્ટ્ર રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ વિજયા રહાતકરે પોલીસને પત્ર લખીને તપાસનો રિપોર્ટ માંગ્યો છે.