પ્રાંતિજ, તા.૧૭
ગુજરાત રાજ્યના ગામડાઓમાં આવેલી ગ્રામ પંચાયતોમાં વર્ષોથી વફાદારીથી ફરજ બજાવતા કલાર્કો પટાવાળાઓના વિવિધ પ્રશ્નો માંગણીઓ સતત કરાતા શોષણો, વેતનમાં અનિયમિતતા અને સલામતી વગરની નિમણૂંક સરકાર અને સરકારી તંત્ર દ્વારા કોર્ટના આદેશોની અવગણના કરી તાબડતોબ છૂટા કરી દેવા સહિતના વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે સરકાર સામે ભાવિ રણનીતિ ઘડી કાઢવા માટે તા.૧૬-૯-૨૦૧૮ને રવિવારના રોજ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના યાત્રાધામ સાપડ મહાકાળી મંદિરના વિશાળ હોલમાં ગુજરાતભરની ગ્રામ પંચાયતોમાંથી ઉમટી પડેલા હજારો કલાર્કો- પટાવાળા કર્મચારીઓનું મહાસંમેલન ગુજરાત રાજ્ય ના તલાટી કમ મંત્રી યુનિયનના પૂર્વ મંત્રી અને રાજ્યના આગેવાન પ્રવિણસિંહજી વિહોલના અધ્યક્ષસ્થાને અને અખિલ ગુજરાત કલાર્ક પટાવાળા મહામંડળના પ્રમુખ મનુસિહ સી.રાઠોડના સાંનિધ્યમાં મળ્યું હતુું. આ મહાસંમેલનમાં જૂનાગઢ પંચમહાલ સહિતના જિલ્લાઓમાં તંત્ર દ્વારા છૂટા કરેલ કર્મચારીઓને તાત્કાલિક પંચાયતોમાં પરત લેવડાવી દેવા કોર્ટમાં ચાલતી અને હુકમોના અમલ વર્ષોથી બાકી નીકળતો પગાર ચૂકવવાની કાર્યવાહી કલાર્ક-પટાવાળાઓને પગાર માટે અલાયદી ગ્રાન્ટ કે નાણાંકીય વ્યવસ્થા ઉભી કરી આ કર્મચારીઓનું સરકાર આરક્ષણ આપે અને નિભાવે કારણકે સરકાર અને તેની યોજનાઓ તેના કાર્યકમોમાં લોકોને લાવવા લઈ જવા સહિતના કામોમાં સરકાર પંચાયત તલાટી અને ગામ લોકો સાથે સેતુ બનીને સતત ફરજ બજાવતા આવા હજારો કર્મચારીઓને ન્યાય અપાવવા પ્રવિણસિંહ વિહોલે આ લડાઈ આર-પારની છે એમ જણાવ્યું હતું કે, અને સરકાર અને તંત્રને કલાર્ક-પટાવાળા જેવા નાના કર્મચારીઓએ ગામ-જનતા અને સરકાર અને તંત્રની કામગીરી અમલવારી કરાવવાનું કરોડરજ્જુ સમાન છે. ત્યારે નિમણૂંક નોકરીની સલામતી પગાર આરક્ષણ કર્મચારી મૃત્યુ પામે તો વારસદારને આરક્ષણ સહિતના પ્રશ્નોમાં સરકાર હકારાત્મક વલણ નહીં અપનાવે તો આગામી સમયમાં મંડળ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે જલદ કાર્યક્રમો મંડળ દ્વારા આપવામાં આવશે. શ્રી વિહોલે મંડણને આર્થિક મદદની જાહેરાત કરતાં કર્મચારીઓમાં ઉત્સાહ વધ્યો હતો. કર્મચારીઓએ અસંખ્ય પુષ્પમાળાઓથી વિહોલ તથા મંડળના પ્રમુખને સન્માનિત કર્યા હતા. મહામંડળના આ મહાસભાનુ સફળ સંચાલન અશોકભાઈ સાધુ દ્વારા કરવામાં આવ્યું હતુું. આભારવિધિ પણ તેમના દ્વારા કરાવવામાં આવી હતી.