રાંચી,તા.૧૧
ભારતીય ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીએ રાંચીમાં આવેલા બિરસા મુંડા એરપોર્ટ સ્થિત સીઆઇએસએફ કેમ્પના મોટિવેશનલ કાર્યક્રમમાં ભાગ લીધો હતો જેમાં તેને રસપ્રદ ખુલાસા કર્યા હતા. ધોનીએ આ દરમિયાન સંન્યાસની અટકળોને પણ ફગાવી દીધી હતી. મહત્વપૂર્ણ છે કે ધોની એશિયા કપમાં રમતો જોવા મળશે.
એમએસ ધોનીએ કહ્યું, નવા કેપ્ટનને વર્લ્ડકપ પહેલા ટીમ બનાવવા માટે જરૂરી સમય મળે માટે મે કેપ્ટન્સી છોડી હતી. પર્યાપ્ત સમય મળ્યા વગર મજબૂત ટીમની પસંદગી થઇ શકે નહી,મે સારા સમયે કેપ્ટન્સી છોડી.
ધોનીએ સંન્યાસની અટકળોને પણ નકારી દીધી હતી. ધોનીએ સ્પષ્ટ કર્યુ કે કરિયરમાં એક સમય એવો આવે છે જ્યાં ઉતાર અને ચઢાવ આવતા રહે છે પરંતુ પ્રયાસ હંમેશા ફોર્મમાં વાપસી કરવાનો જ હોય છે. ધોનીએ કહ્યું કે મીડિયા ટ્રાયલ અને પ્રેશરને પોતાનાથી દૂર રાખવાનો પ્રયાસ કરૂ છું.