રાંચી,તા.૮
ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનની દિકરી ઝિવા સાથેની ફોટો સોશ્યલ મીડિયા પર સતત વાયરલ થતી રહે છે. ધોની અને તેની પત્ની સાક્ષી ધોની પણ ઝિવાની સાથે ફોટોઝ અને વીડિયોઝ સોશ્યલ મીડિયા પર સતત શૅર કરતી રહે છે. ત્યારે ધોનીએ એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યુ કે, મેચ દરમિયાન એવું શું છે જેના લીધે તે એકદમ સ્ટ્રેસ ફ્રી રહે છે.
આ વર્ષે યોજાયેલી ૈંઁન્ દરમિયાન અવારનવાર ઝિવા મમ્મી સાક્ષી સાથે સ્ટેડિયમમાં હાજર રહી હતી, ધોની અંગે જ્યારે ઝિવાની હાજરી અંગે સવાલ પૂછવામાં આવ્યો તો તેણે કહ્યુ કે, ’’ઝિવા હંમેશા આકર્ષણનું કેન્દ્ર બની રહે છે, હું જ્યાં જઉં ત્યાં લોકો મને તેના વિશે પૂછતા રહે છે કે આ મને ગમે છે કે નહિ તે અલગ વાત છે પરંતુ તે આસપાસ હોય તો મને સારું લાગે છે.’’ધોનીએ આગળ કહ્યુ કે, ’’એ અહેસાસ સારો છે કે કોઇ વ્યકિત તમારી આસપાસ રહીને તમને ટેન્શન ફ્રી કરી શકે છે. ઝિવાના હોવાથી ખૂબ જ સારું ફિલ થાય છે, ઝિવા હજુ સાડા ત્રણ વર્ષની છે,પરંતુ તેનો અલગ પ્રકારનો વ્યવહાર છે. તે ખાસ પ્રકારે વાત કરે છે અને તમારી દીકરી હંમેશા આસપાસ હોય તો સારું લાગે છે.’’ તમને જણાવી દઇએ કે, કેટલાક દિવસો પહેલા જ ધોનીએ કહ્યુ કે, ’’ક્રિકેટર તરીકે ભલે મારામાં કોઇ બદલાવ ના આવ્યો હોય, પરંતુ દિકરી ઝિવાના જન્મ પછી એક વ્યકિત તરીકે ઘણો સારો બદલાવ આવ્યો છે.’’