અમદાવાદ,તા.ર૩
મહિલા સશકિતકરણની વાતો વચ્ચે ગુજરાતમાં ૩૭૦ બળાત્કારના બનાવો છે. એટલે સુરક્ષિત ગુજરાતમાં મહિલાઓ કેટલી સુરક્ષિત છે ? તેવો સવાલ ઉઠયો છે. ગુજરાત વિધાનસભામાં બળાત્કારનો ભોગ બનેલી પીડિત મહિલાઓ અંગે પ્રશ્ન પૂછાયો હતો કે તા.૩૧ ડિસેમ્બર ર૦૧૮ની સ્થિતિએ રાજયમાં બળાત્કારનો ભોગ બનેલી પીડિત મહિલાઓને કેટલી રકમ સહાયની ચૂકવાઈ અને કેટલી પીડિતાઓને સહાય ચૂકવવાની બાકી છે..? પ્રશ્નના જવાબમાં રાજય સરકારે જણાવ્યું હતું કે સરકારે વર્ષ ર૦૧૭-૧૮માં રૂા.૩.૮૧ કરોડ અને વર્ષ ર૦૧૮-૧૯માં રૂા.૬ કરોડ મળીને કુલ રૂા.૯.૮૧ કરોડની સહાય ચૂકવી હતી. તેમાં વર્ષ ર૦૧૭માં ૮૧ પીડિતા જયારે વર્ષ ર૦૧૮માં ર૮૯ પીડિતાઓને સહાય ચૂકવી દેવાઈ છે. તેમજ વર્ષ-ર૦૧૭થી ર૦૧૮ સુધીમાં કોઈપણ બળાત્કારની પીડિતાને સહાય ચૂકવવાની બાકી નથી. એમ સરકારે જણાવ્યું હતું. એટલે કે રાજયમાં છેલ્લા બે વર્ષમાં ૩૭૦ મહિલાઓ બળાત્કારની ભોગ બનેલી મહિલાઓને સરકારે સહાય ચૂકવી હતી. એટલે કે તેમાં વર્ષ ર૦૧૭માં ૮૧ મહિલાઓ પર બળાત્કાર થયો જયારે વર્ષ ર૦૧૮માં ર૮૯ મહિલાઓ પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. એટલે કે એક વર્ષમાં જ રાજયમાં ર૦૮ બળાત્કારના બનાવો વધ્યા હતા.