મોડાસા, તા. ૧૬
મોડાસાના કોલીખડ કંપા નજીક ૨ એપ્રિલ ૨૦૧૮ના રોજ ફાર્મહાઉસની ઓરડીમાં રહેતા અને ખેતમજૂરી કરતા પરિવારની મહિલા જ્યોત્સનાબેન બકાભાઈ નાયકા ઓરડીમાં હતી ત્યારે અજાણ્યા ઈસમે ઓરડીમાં પ્રવેશી મહિલા પર માથાના ભાગે લોેખંડની ઇંગલ મારી ગંભીર ઈજાઓ પહોંચાડી કાનમાં પહેરેલી જૂઠી બુટ્ટી અને સોનાની ચુનીની લૂંટ ચલાવી ફરાર થઈ જવાની ફરિયાદ ૫ એપ્રિલ ૨૦૧૮ના રોજ નોંધાઈ હતી. સારવાર દરમિયાન મહિલાનું મોત નિપજતા ફરિયાદમાં ઈપીકો કલમ-૩૦૭માંથી ઈપીકો કલમ-૩૦૨ ઉમેરો કરવામાં આવ્યો હતો મોડાસા ટાઉન પોલીસે તપાસ હાથધરાતા મહિલાનો પતિ મહિલા પર અવારનવાર ચારિત્ર અંગે વ્હેમ રાખી મારઝૂડ કરતો હોવાનું ધ્યાને આવતા તે દિશામાં એલસીબી પોલીસ અને ડીસ્ટાફ સાથે રાખી તપાસ હાથધરી મૃતક મહિલાના પતિને મોડાસા પોલીસ સ્ટેશને લઈ આવી આગવી ઢબે પૂછપરછ કરતા બકો ભાગી પડ્યો હતો અને પત્ની સાથે ચારિત્ર બાબતે વારંવાર ઝઘડા થતા હતા. એ દિવસે પણ મહિલા સાથે ઝઘડો થતા ઇંગલ મારી હત્યા કરવાની કબૂલાત ૧૫ મે ૨૦૧૮ કરતા બકા નાયકની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.