(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૧૧
ફેસબુક પર મહિલા સાથે મિત્રતા કેળવી કેફી પીણું પીવડાવી તેનું બિભત્સ વીડિયો ક્લિપીંગ ઉતારી બ્લેકમેલિંગ કરી રૂપિયા પડાવનાર યુવક સામે મહિલાએ આજે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પ્રાપ્ત થતી વિગત અનુસાર વાસણા-બાથલી રોડ પર બ્રાઈટ-ડે સ્કૂલ સામેના વૈભવી બંગલામાં રહેતી મહિલાને ફેસબુક પર રાયપુરા રોડ ઉપર ઉષાકિરણ બિલ્ડીંગમાં રહેતા મિતેશ ઉમેશભાઈ ઠક્કર સાથે સંપર્ક થયો હતો. બાદમાં બંને મિત્રો બન્યા હતા અને એકબીજાને મોબાઈલ ફોનના નંબરની આપ-લે કરી હતી. બંને જણા ફોન પર વાતચીતમાં નજીક આવ્યા હતા. તે દરમ્યાન મિતેશ ઠક્કરે મહિલાને કેફી પીણુ પીવડાવી અર્ધ-બેભાન અવસ્થામાં શરીર સુખ માણ્યુ હતુ તેની વીડિયો ક્લિપીંગ ઉતારી લીધી હતી.
અવાર-નવાર મહિલાનું શારીરિક શોષણ કરતા તે ગર્ભવતી બનતા ગર્ભપાત કરાવ્યો હતો. બાદમાં મહિલા પાસેથી બ્લેકમેલ કરી રૂા. પ લાખ પડાવ્યા હતા જેથી કંટાળેલી મહિલાએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે મિતેશ ઠક્કર સામે બળાત્કાર અને બ્લેક મેલીંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
મહિલાની અશ્લીલ વીડિયો ક્લિપીંગ ઉતારી નાણાં પડાવનાર યુવક સામે ફરિયાદ

Recent Comments