રાજકોટ, તા.૫
શહેરના મવડી મેઇન રોડ ઉપર કણકોટ નજીક એક પાણીના ખાડીમાં મહિલાની લાશ તરતી હોવાની જાણ ફાયરબ્રિગેડ અને પોલીસને થતા દોડી ગયા હતા અને લાશને બહાર કાઢી હતી. મહિલાના મોઢે દુપટ્ટો બાંધ્યો હતો આથી મહિલાની હત્યા થઇ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી.પોલીસે અજાણી મહિલાની ભાળ મેળવવા કાર્યવાહી હાથ ધરી છે. તેમજ મહિલાની લાશને ફોરેન્સિક પીએમમાં ખસેડી હતી.
ઘટના સ્થળે દોડી ગયેલ મવડી ફાયર સ્ટાફ તેમજ પોલીસના કહેવા મુજબ આ બનાવ ત્રણથી ચાર દિવસ જૂનો હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. પોલીસે મૃતક મહિલાની તપાસ કરતા કોઇ આધાર કે પુરાવો મળવા પામ્યા નથી.