ભાવનગર, તા.ર૧
ભાવનગર શહેરના કરચલીયાપાર ચંચળવાળા ચોકમાં રહેતા હેતલબેન સંજયભાઈ મકવાણા (ઉ.વ.રપ) નામની મહિલાએ ગતરાત્રિના સુમારે તેણીના ઘરે કોઈ અગમ્ય કારણોસર કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લેતા તેણીને ગંભીર હાલતે સર.ટી.હોસ્પિટલ ખસેડાઈ હતી. જ્યાં સારવાર દરમ્યાન તેણીનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ગંગાજળીયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જ્યારે અન્ય બનાવની પ્રાપ્ત વિગતો મુજબ તળાજા તાલુકાના મોટાઘાણા ગામે રહેતી હિરૂબેન ધોહાભાઈ ભાદરકા (ઉ.વ.૬૦) નામની આહિર વૃદ્ધાએ તેના ઘરે ભૂલથી અનાજમાં નાખવાના ટીકડા ખાઈ લેતા તેણીને સારવાર માટે ભાવનગરની સરકારી સર.ટી.હોસ્પિટલમાં ખસેડાતા તેણીનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.