(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૧
શહેરના મહિધરપુરાની ભઠ્ઠી શેરી ખાતે રહેતા એક યુવકે પુત્રનું અપહરણ કરી જવાની ધમકી આપી માતાને સબરસ હોટલ પાસે આવેલા ગેસ્ટ હાઉસમાં લઈ જઈ બળાત્કાર ગુજારી ફરાર થઈ ગયો હતો.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના મહિધરપુરાની ભઠ્ઠી શેરીમાં નિલેશ રમેશચંદ્ર રાણા રહે છે. જેણે ગત તા.૧૦મી જાન્યુઆરીના રોજ રાત્રિના આઠ વાગ્યાના સુમારે એકતરફી પ્રેમમાં મહિલાને તેના પુત્રનું અપહરણ કરવાની ધમકી આપી, તેણીની છેડતી કરી ચપ્પુ બતાવી સમાજમાં બદનામ કરવાની ધમકીઓ આપી બળજબરી પૂર્વક સબરસ રેલવે ગરનાળા પાસે આવેલા ઉદય ગેસ્ટ હાઉસમાં લઈ જઇ બળાત્કાર ગુજારી નિલેશ રાણા ફરાર થઈ ગયો હતો. પીડિતાએ મહિધરપુરા પોલીસ મથકમાં બનાવ અંગે ફરિયાદ નોધાવતા પોલીસે આઈપીસી ૩૭૬, ૩૫૪ અને ૫૦૬ (૨) મુજબનો ગુનો નોંધી વધુ તપાસ મહિલા પીએસઆઈ સી.એમ. રાખોલીયા કરી રહ્યા છે. જો કે પીડિતાનું તબીબી પરીક્ષણ કરાવવા માટે તેને નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવાય હતી.
વધુમાં પ્રાપ્ત માહિતી અનુસાર પીડિતા જરીકામ કરે છે. ઉદય ગેસ્ટ હાઉસમાં આરોપી નિલેશ રાણા બેથી ત્રણ વાર તેણીને લઈ ગયો હતો. આ બનાવ છેલ્લા છ મહિના પહેલા બન્યો હતો. આરોપી ડાયમંડનું કામ કરે છે અને તેની ઉંમર ૩૫ વર્ષની છે.