(એજન્સી) તા.૧૧
દિલ્હીમાં શાહીનબાગમાં સીએએ અને એનઆરસી વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન ચાલુ છે. આજે શાહીનબાગમાં સવારથી જ ઘણી શાંતિ દેખાય જ્યારે તેનું કારણ જાણ્યું તો એક અલગ જ દૃશ્ય જોવા મળ્યું. અહીંના પ્રદર્શનમાં લોકો મૌન ધારણ કરતા દેખાયા. અહીંયા બેસેલી મહિલાઓએ મૌન રાખ્યું છે અને જ્યાં એ બેઠેલી છે ત્યાંથી આજના દિવસે કોઈ ભાષણ આપવામાં નહીં આવે, સાથે જ એમના મૌન રાખવાને કારણે ચૂંટણી પરિણામોમાં ખોટો મેસેજ ના જાય અને જામિયામાં થયેલ હિંસા છે. શાહીનબાગમાં સવારથી જ તમામ મહિલાઓ મૌન રાખેલ છે જ્યારે તેમનાથી પૂછવાની કોશિશ કરી તો બોલવાની ના પાડી દીધી અને એક પોસ્ટર બતાવીને ઈશારો કર્યો કે આજે મૌન રાખેલ છે. આ પૂછવા પર કે આવું કેમ ? તો બાજુમાં બેઠેલા એક પ્લેકાર્ડસ બનાવી રહેલા છોકરાએ લખીને કહ્યું કે ચૂંટણી પરિણામ અને જામિયાને લઈને કરી રહ્યા છીએ. દિલ્હી ચૂંટણીના પરિણામોને લઈને એક પ્રદર્શનકારીએ કહ્યું કે અહીંયા અમે કોઈ રાજનૈતિક પાર્ટીને સમર્થન નથી આપતા અને અહીંયાથી અમે ના કોઈનું ખરાબ કહીશું અને ના તો ભલું, એટલે અમે બધા લોકોએ મૌન રાખેલ છે. જેથી કોઈ સંદેશ અહીંથી ના જાય. આ પૂછવા પર કે મૌન ક્યાં સુધી ચાલશે તો તેણે કહ્યું કે માત્ર સવારથી સાંજ સુધી થશે જેથી અમને કોઈ ચૂંટણીને લઈને ના પૂછે.