(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૨
LRD પરીક્ષામાં પાસ થયેલી ૨૫૪ યુવતીઓ હાઈકોર્ટ પહોંચી છે. ગાંધીનગરમાં બિનઅનામત વર્ગની ૨૫૪ યુવતીઓએ હાઈકોર્ટમાં પિટિશન કરી છે. ન્ઇડ્ઢ મામલે રાજ્ય સરકાર પાસે નિમણૂક પત્રની માંગને લઈ યુવતીઓ દ્વારા આ પિટિશન કરાઈ છે પાસ થયેલી ૧૫૭૮ પૈકી ૨૫૪ યુવતીઓએ હાઈકોર્ટમાં અરજી કરી છે. પાસ થયેલી યુવતીઓને તાત્કાલિક નિમણૂક પત્ર આપવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે, તો બીજીતરફ મહિલાઓની જનરલ કેટેગરીના મેરિટલિસ્ટનાં વિવાદમાં સરકાર વતી એડવોકેટ જનરલે કોર્ટમાં નિવેદન આપ્યું છે કે, બે દિવસમાં રાજ્ય સરકાર આ મુદ્દે જી.આર. બહાર પાડશે અને અરજદારોની માગણી નવા જી.આર. અંતર્ગત સંતોષાઇ જશે તેવી આશા વ્યક્ત કરી છે વધુ સુનાવણી ૧૭ ફેબ્રુઆરીએ હાથ ધરાશે.
આ વિવાદ દિવસેને દિવસે વકરી રહ્યો છે નવા મુદ્દાઓ સામે આવી રહ્યા છે. LRD ભરતીમાં ૧-૧૮-૧૮ પરિપત્રમાં સુધારા કરવાની જાહેરાત બાદ પણ મહિલાઓના ધરણાં યથાવત્‌ છે. ગાંધીનગરમાં ઉપવાસ પર બેસેલી મહિલાઓએ સરકાર પાસે લેખિતમાં ખાતરી માંગી છે. આંદોલનકારી મહિલાઓએ સરકાર હાઈકોર્ટમાં એફિડેવિટ કરે તેવી માંગ કરી છે.
LRD મહિલા અનામત મુદ્દે સરકારે મોટો નિર્ણય
LRD મહિલા અનામત મુદ્દે સરકારે મોટો નિર્ણય લીધો છે. ભરતી વિવાદ મામલો હાઈકોર્ટમાં એડવોકેટ જનરલે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર નવો પરિપત્ર બહાર પાડશે. જેમાં મેરિટવાળી મહિલાઓને SC, ST, OBC મહિલાઓને જનરલ કેટેગરીના લાભ અપાશે. આવતીકાલ સુધી રાજ્ય સરકાર નવો પરિપત્ર બહાર પાડશે. જે નવો પરિપત્ર હશે તે ૧૮ ફેબ્રુઆરી સુધીમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે. મેરિટમાં હશે તો SC, ST, OBCને જનરલના લાભ અપાશે. સીધી લીટીમાં અનામત લાભ આપવા અંગે સરકારે નિર્ણય લીધો છે.
સત્યાગ્રહ છાવણી ખાતે LRDમાં અનામતને લઈને મહિલાઓ આંદોલન કરી રહી છે. ત્યારે લોકરક્ષક દળમાં બિનઅનામત વર્ગની પાસ થયેલી ૨૫૪ યુવતીઓએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. અરજી કરીને રાજ્ય સરકાર પાસે નિમણૂક પત્રની માગણી કરી છે. ઉલ્લેખનીય છે કે, ૧૫૭૮ પૈકીની માત્ર ૨૫૪ યુવતીઓએ હાઈકોર્ટમાં પિટિશન કરીને સરકાર પાસે તાત્કાલિક નિમણૂક પત્ર અપાવવા માટે અરજી કરી છે. આ ભરતી પ્રક્રિયા જ્યારથી શરૂ થઈ છે ત્યારથી વિવાદમાં આવી છે. હવે તો બિનઅનામત વર્ગ અને અનામત વર્ગ સામસામે આવી ગયા છે. આ વચ્ચે ગઈકાલે સરકારે આ પરિપત્રમાં સુધારો કરવાની જાહેરાત કરી હતી. ત્યારે હવે સરકારની આ નવી જાહેરાત થઈ બિનઅનામત વર્ગની નારાજગી સામે આવી છે. આ મામલે પાસના નેતા દિનેશ બાંભણીયાએ આજથી અન્નજળ ત્યાગની જાહેરાત કરી છે. દિનેશ બાંભણીયા તેમજ બિનઅનામત વર્ગની કેટલીક મહિલાઓ આજથી જ ઉપવાસ આંદોલન કરશે.