(સંવાદદાતા દ્વારા) લુણાવાડા, તા.૧૪
મહિસાગર એલસીબી પોલીસ દ્વારા દારૂ તથા રાયોટીંગ જેવા ગુનામાં નાસતા ફરતા ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસ ઇન્સ્પેક્ટર એ.જે.અંસારી એલસીબીનાઓએ સૂચના આપેલ જે અનુસંધાને નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ખાનગી રાહે તપાસ હાથ ધરી હતી. તા.૧૩/૦૮/૨૦૧૭ના રોજ એલસીબી બાતમી આધારે સંતરામપુર પ્રતાપપુરા વિસ્તારમાંથી સંતરામપુર પોલીસ સ્ટેશન ગુના નંબર ૨૫/૧૫ ઇ.પી.કો. કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૮૬, ૩૩૨ તથા જીપી એકટ કલમ ૧૩૫ તથા ડેમેજ ટુ પબ્લીક પ્રોપર્ટી એકટ મુજબના ગુનામાં નાસતો ફરતો આરોપી જીતુભાઇ ભુલાભાઇ ભોઇ (રહે.ભોઇવાડા, તા.સંતરામપુર) નાને પકડી પાડેલ હતો તથા સંતરામપુર પોલીસ સ્ટેશન ગુના નંબર ૬૨/૧૬ ઇ.પી.કો. કલમ ૩૨૩, ૫૦૪ વગેરે મુજબના ગુનાનો નાસતો ફરતો આરોપી લલ્લુભાઇ વાલજીભાઇ ડામોર (રહે.ઉંબેર માંડલી મહુડી તા.સંતરામપુર) નાને તેના ઘરેથી પકડી પાડેલ હતો તથા સંતરામપુર પોલીસ સ્ટેશન ગુના નંબર ૦૧/૧૭ ઇ.પી.કો. કલમ ૩૨૩, ૫૦૪ વગેરે મુજબના ગુનાનો નાસતો ફરતો આરોપી રમેશભાઇ હુમાભાઇ તાવિયાડ (રહે.બટકવાડા તા.સંતરામપુર) નાનો તેના ઘરેથી મળી આવતા પકડી પાડેલ હતો તથા સંજેલી પોલીસ સ્ટેશન ગુના નંબર ૧૦૫/૧૩ પ્રોહી કલમ કલમ ૬૬બી , ૬૫ એઇ, ૧૧૬ બી વગેરે મુજબના ગુનાનો નાસતો ફરતો આરોપી અલ્કેશભાઇ હુરાભાઇ વળવાઇ (રહે.નાની ભુગેડી તા.સંતરામપુર) નાને તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો. ઉપરોકત ચારેય નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડી સંતરામપુર પો.સ્ટે. સોપવામાં આવેલ છે.