Gujarat

મહીસાગરના બોરવાઈ કપા પગી ફળિયાના લોકો કાદવના રસ્તા પર ચાલવા મજબૂર!

(સંવાદદાતા દ્વારા) લુણાવાડા, તા.૧૦
વિદેશોમાં મડ ફેસ્ટીવલ ઉજવાતો હોય છે. જેમાં લોકો એકબીજાને કાદવ નાખે છે. કાદમાં આળોટે છે. પરંતુ મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાનું બોરવાઈ કંપાના પગી ફળિયાના લોકો રોજ આ રમત તંત્રના અરોમાયા વર્તનથી પરાણે રમવા મજબૂર બન્યા છે. એમના માટે આ કાયમની સમસ્યા છે. આ ગામમાં જવા કોઈ બીજો રસ્તો જ નથી. ગામના લોકોને કાદવમાંથી જ પસાર થવું પડે છે. તંત્રના બેદરકાર વલણથી ત્રસ્ત ગ્રામજનો ઉગ્ર આંદોલનનું મૂડ બનાવી ચૂક્યા છે. બોરવાઈ કંપા ગામનું પગી ફળિયું જે પ૦ જેટલા ઘરનું ૪૦૦થી વધુનું મતદાન ધરાવતું ફળિયું છે. જે ફળિયાથી ૩ કિમી અંતરે મુખ્ય માર્ગ પાકો રસ્તો આવેલો છે. આ ફળિયાથી પ્રાથમિક શાળા સુધી જવા માટે તેમજ મુખ્ય માર્ગ સુધી પહોંચવા માટે ગ્રામજનોને એક કોતરમાં થઈને પસાર થવું પડે છે. આ કોતર ચોમાસા દરમિયાન તો છાતી બરાબર પાણીથી ભરેલું રહે છે. ત્યારબાદ જ્યારે પાણી ઉતરે છે તો પણ ગ્રામજનોના પગ ઘૂંટણ સુધી તો ડૂબે જ છે. અધૂરામાં પૂરું કાંપવાળી જગ્યા હોઈ રથી ૩ ફૂટ સુધી પગ ઉતરી જાય એટલો કાદવ રહે છે. બીજા શબ્દોમાં કહીએ તો ગ્રામજનો માટે આ એક જ રસ્તો છે અને એ પણ કાદવનો રસ્તો, સૌથી વધારે મુસીબત તો આ ગામની મહિલાઓને પડી રહી છે. કોઈ સાજું માંદું હોય કે કોઈનું મૃત્યું થયું હોય કે બાળકોને શાળાએ મોકલવાના હોય કાદવના રસ્તા પરથી પસાર થયા વગર ગ્રામજનો માટે કોઈ આરો નથી. આ રસ્તાને લઈને અનેક રજૂઆતોનું કોઈ પરિણામ ના મળતા ગામલોકોએ બાળકોને સ્કૂલમાં નહીં મોકલવા તેમજ આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. હવે જોવું એ રહ્યું કે ગામ લોકોની રજૂઆત સરકાર સુધી પહોંચે કે કેમ ?
અત્રેના ગ્રામજનો ૧૯૪૭ અગાઉ જેમ જીવતા હતા તેમ ચોમાસા દરમિયાન જીવે છે. આ ગામમાં તો કોઈ વિકાસ થતો નથી.

 

રસ્તો નહીં તો મતદાન નહીં

કોઈ સગર્ભા સ્ત્રી હોય કે બીમાર હોય અહિંયા ૧૦૮ જેવી પ્રાથમિક સુવિધાઓમાંની એક સુવિધા પણ નથી મળી શકતી. કોઈ બીમાર હોય કોઈને ડિલિવરીવાળી તકલીફ હોય તો અમારે જોળી કરી મુખ્યમાર્ગ સુધી આવવું પડે છે. અરે! કોઈ મૃત્યુ પામે તો પણ આજ કાદવમાંથી મહામુસીબતે પસાર થવું પડે છે. આ રસ્તો નહીં બને તો કોઈ પણ ગામનું વ્યક્તિ મતદાન નહીં કરે કે બાળકોને ભણવા પણ નહીં જવા દે.
– શિલ્પાબેન પગી, સ્થાનિક મહિલા

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.