અમદાવાદ, તા. ૨૭
માહિતી અધિકાર કાયદા હેઠળ અરજદારને માહિતી નહિ આપવા બદલ ગુજરાત માહિતી આયોગે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી ફલજી ચૌધરીને ૫૦૦૦નો દંડ ફટકાર્યો છે. આ અંગેની વિગત મુજબ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના નાનોસણા ગામના ઉષાબેન સોંલકીએ ગ્રામ પંચાયચત પાસે માહિતી અધિકારના કાયદા અન્વયે માહિતી માંગતી અરજી કરી અકિલા હતી પણ તલાટી કમ મંત્રી એ નિયમ સમયમાં માહિતી નહિ આપતા અરજદારે તાલુકા વિકાસ અધિકારી (પાલનપુર)માં અપીલ કરી હતી. અપીલ અધિકારીએ પણ તલાટીને માહિતી આપવા માટે હુકમ કર્યો હતો આમ છતા પણ તલાટીએ અરજદારને માહિતી આપી નહોતી. આથી, અરજદારે ગુજરાતી માહિતી આયોગ (ગાંધીનગર)માં અપીલ દાખલ કરી હતી. તેમણે આ અપીલ ફેબ્રુઆરી ૨૦૧૮માં દાખલ કરી હતી. ગુજરાત માહિતી આયોગે ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ વચગાળાનો હુકમ કહ્યો હતો અને તલાટી કમ મંત્રીને વીસ દિવસમાં અરજદારને માહિતી આપવા હુકમ કર્યો હતો. આયોગનો આ હુકમ હોવા છતા તલાટીએ માહિતી આપી નહોતી. આથી, અરજદારે ૧૦ એપ્રિલ, ૨૦૧૮ના રોજ લેખિત ફરિયાદ આયોગને કરી હતી. સુનાવણી દરમિયાન ગુજરાતી માહિતી આયોગે નોંધ્યુ કે, પક્ષકારોની રજુઆત અને ઉપલબ્ધ કાગળોના આધારે આયોગનું નિરીક્ષણ છે કે, નાનોસણા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અરજદારને માંગ્યા મુજબની માહિતી આયોગનો વચગાળાનો હુકમ છતા પુરી પાડેલી નથી. માહિતી અધિકાર અધિનિયમનો કલમ-૨૦ હેઠળ સમયમર્યાદામા માહિતી પુરી પાડવામાં ન આવે તો જાહેર માહિતી અધિકારી વિરુદ્ધ દંડનીય પગલા લેવાની જોગવાઇ છે. આયોગ જાહેર માહિતી અને તલાટી કમ મંત્રીને સમય મર્યાદામાં માહિતી પુરી ન પાડવા બદલ માહિતી અધિકાર અધિનિયમની કલમ-૨૦ હેઠળ દોષિત માને છે અને રૂપિયા ૫,૦૦૦નો દંડ કરે છે. માહિતી આયોગે હુકમ કરતા કહ્યુ કે, આ દંડની રકમ તલાટીની ભંડોળમાંથી ભરપાઇ કરવાની રહેશે અથવા તો તેમના પગારમાંથી કપાત કરી ભરપાઇ ૫૦૦કરવાની રહે શે. આ દંડની રકમ ભરપાઇ કર્યાની પહોંચની ચલણની રકમ દિન-૩૦માં આયોગને મોકલી આપવાની રહેશે.