(એજન્સી) નવી દિલ્હી, તા.રપ
પોતાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાકી તરીકે ઓળખાવનાર ૯૦ વર્ષની મહિલાએ માહિતી પંચના દ્વાર ખખડાવ્યા છે. શ્રમ મંત્રાલય પાસેથી તેણીને સંતોષકારક જવાબ ન મળતાં તેણીએ આ પગલું લીધું હતું. ડાહીબેન નરોત્તમદાસ મોદીને પોતાના પ્રતિનિધિ તરીકે મોકલ્યા હતા.
ઈશ્વરલાલ મોદીએ આયોગને જણાવ્યા મુજબ ૧૧ એપ્રિલ, ૧૯૮૩ના રોજ ૬૦૦ રૂપિયા પ્રતિમાસના કરાર સાથે તેણીએ પોતાની સંપત્તિ ભાડે આપી હતી. ૧૯૮૩થી ૧૯૯૮ ભાડું ૬૦૦ રૂપિયાથી વધી ૧પ૦૦ સુધી થયું હતું. જો કે ત્યારબાદથી ભાડામાં કોઈ વધારો થયો નથી. ૯ જાન્યુઆરી, ર૦૧૮ના રોજ પોતાના પત્રમાં ડાહીબેને પોતાના વડાપ્રધાન મોદીની કાકી ગણાવતા કહ્યું કે, જો તેમને ન્યાય નહીં મળે તો તે વડાપ્રધાન કાર્યાલય સુધી જશે.