અમદાવાદ, તા.ર૦
ટ્રાફિકના નવા નિયમોનો અમલ થયા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીની કારની પીયુસી, વીમો ન હોવાની માહિતી સોશિયલ મીડિયામાં અપલોડ કરનારા સુરતના એક પત્રકારની ધરપકડ કરવામાં આવી છે. સુરતના પત્રકારે સોશિયલ મીડિયામાં શેર કરેલી માહિતી ખોટી હોવાથી તેની સામે ગુનો નોંધીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તેની અટકાયત કરી છે. હકીકતમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગુજરાત સરકારની સ્કોર્પિયો ગાડી નં. ય્ત્ન-૧૮-ય્-૯૦૮૫ ઉપયોગ કરે છે તે ગાડી ડિરેક્ટર જનરલ ઓફ પોલીસનાં નામે નોંધાયેલી છે અને તેનો વીમો ૩૧ ડિસેમ્બર ૨૦૧૯ સુધી વેલીડ છે. તેની ફિટનેશ પણ ૧૦ એપ્રિલ ૨૦૨૯ સુધીની છે. સોશિયલ મીડિયામાં જે મેસેજ ફોટો સાથે વાઈરલ કરવામાં આવ્યા હતો તે તદ્દન ખોટો અને પાયાવિહોણા હોવાનું સામે આવ્યું હતું જેથી આ અંગે ગુનો નોંધવામાં આવ્યો હતો. ખોટી માહિતી અપલોડ કરવા અંગે તપાસ કરવામાં આવતા સુરતના એક પત્રકાર ન્યૂઝ નેટવર્કના ધારક અફરાજ રઝા શેખનું નામ સામે આવ્યું હતું. જેની આજે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. હાલ તેને અમદાવાદ લઈ જઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ અંગે વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.
CMની કારના વીમા PUCની માહિતી શેર કરનારા પત્રકારની અટકાયત

Recent Comments