(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૮
શહેરના લીંબાયત નિલગીરી સર્કલ નજીક સાંઇબાબા મંદિરની બાજુમાં ચાઇનીઝ બનાવવાના ગોડાઉનમાં એલપીજી ગેસ લીકેજથી આગ લાગતા ત્રણ મજુરો દાઝ્‌યા હતા. જેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારે સાડા અગિયાર વાગ્યાના સુમારે લીંબાયત સાંઈબાબા મંદિરના બાજુમાં ગેસ લીકેજથી આગ લાગી હતી મંદિરના બાજુમાં લાકડાના પાર્ટીશનવાળા મકાનમાં એલજીપી ગેસ પર ચાઈનીસનું મટીરિયલ તૈયાર કરતી વખતે લીકેજ થવાથી આગ લાગી હતી. રૂમમાંથી બાદ નીકળવાનો એકમાત્ર રસ્તો હોવાથી કારીગરો આગથી દાઝી ગયા હતા. પ્રકાશગીરી (ઉ.વ.૩૨), પ્રેમગીરી (ઉ.વ.૧૯) અને બલબહાદુર (ઉ.વ.૪૧)ને સ્થાનિક લોકો સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા જ્યારે ફાયર ઓફિસર સોલંકીએ સ્થળ ઉપર પહોંચી કાચા મકાનમાં લાગેલી આગને કાબૂમાં લઈને આજુબાજુના અન્ય કાચા મકાનો અને ઝૂપડાને અમલી બચાવી લઈ મોટી દુર્ઘટના થતી અટકાવવામાં સફળતા મેળવી હતી.