બાંગ્લાદેશ એક એવો દેશ છે કે જ્યાં માનવીઓને ઠસોઠસ ભરવામાં આવે છે. ઈદ જેવા તહેવારો પર અહિયા ટ્રેનોમાં પણ એટલી હદે મુસાફરો ભરવામાં આવે છે કે ટ્રેનનું એન્જિન કે ડબ્બા દેખાતા નથી પરંતુ ચોતરફ બસ માણસો જ માણસો દેખાય છે. માનવીઓથી આખી ટ્રેન ઢંકાઈ જાય છે. એવી જ રીતે હોડીઓમાં પણ માનવીઓને ઠસોઠસ ભરવામાં આવે છે ત્યારે બસ જેવા અન્ય ચાર પૈડાંવાળા વાહનોની તો શું વિસાત ? જો કે આજે એવી તસવીર પ્રસિદ્ધ કરી રહ્યા છીએ કે જે છે તો બાંગ્લાદેશની જ અને એય પાછી હોડીની જ તસવીર છે પણ આ વખતે એમાં માણસો નહીં પણ પશુઓ ઠસોઠસ ભરેલા છે. જો કે એની એરિયલ તસવીર જોતાં એવું લાગે કે જાણે મકાઈના ડોડામાં મકાઈના દાણા ગોઠવ્યા હોય એ રીતે પ્રાણીઓને હારબંધ ગોઠવવામાં આવ્યા છે. બાંગ્લાદેશી વેપારીઓ ઢાકાના પશુ બજારમાં આ પ્રાણીઓને લઈ જઈ રહ્યા હતા ત્યારની આ તસવીર છે.