(એજન્સી) જીદ્દાહ,તા.૨૨
હજની પરવાનગી લીધા વિના મક્કામાં ગેરકાયદે પ્રવેશ કરી ગયેલા ૧,૨૦,૦૦૦ યાત્રાળુઓને સલામતી દળોએ બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી અને ૧૭ ઓગસ્ટથી અત્યારસુધી ૬૧,૬૦૦ કરતા વધુ વાહનો જપ્ત કર્યા હતા. હજ સલામતી દળોએ જણાવ્યું હતું કે, તેઓ નવી સલામતી સાથે સંચાલન ઊભું કરશે અને મક્કા તરફ જતા માર્ગો પર ટ્રાફિક ચેકપોઇન્ટ ગોઠવી દેવામાં આવ્યા છે.
તેઓએ ચિંતા વ્યક્ત કરી હતી કે, મહત્વનું એ છે કે, સ્થાનિક સઉદી નાગરિકો અને મક્કાના રહેવાસીઓ કે જેઓ સુરક્ષા કર્મીઓ સાથે સહકાર કરે છે તેમને રાજ પરિવાર દ્વારા પુરી પડાયેલી યોજનાઓ અને સેવાઓનો લાભ મળવો જોઇએ.
જોકે, હજ યાત્રાળુઓને સુરક્ષા પુરી પાડવા માટે પણ સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. મક્કા પ્રાંતમાં સિવિલ ડિફેન્સના ડિરેક્ટોરેટ ઓફ જનરલ ડાઇરેક્ટર મેજર જનરલ સલીમ બિન મારઝોક અલ માતરાફીરે જણાવ્યું હતું કે, હજ યાત્રાળુઓને સુરક્ષા પુરી પાડવા માટે સ્થાનિક એકમો અને ટીમોને ખડકી દેવામાં આવી છે.
દરેક માર્ગો અથવા કયા માર્ગો પરથી યાત્રાળુઓ આવી રહ્યા છે તે સ્થળોએ કોઇપણ ઘટનાને પહોંચી વળવા માટે નાગરિકી સુરક્ષા ટીમ અને મોબાઇલ ટીમ સંપૂર્ણપણે તૈયાર છે. આગ લાગવાના બનાવોને પહોંચી વળવા માટે પણ ફાયર ફાઇટરોને તૈયાર રાખવામાં આવે છે. હજ સિઝનમાં બચાવ અને ઇમરજન્સી સેવાઓને પણ તૈનાત રાખવામાં આવે છે. જ્યાં સુધી ફાયર ફાઇટર્સની ટીમો અને બચાવ ટુકડીઓ ન આવે ત્યાં સુધી તાત્કાલિક કામગીરી હાથ ધરે તેવી ટીમોને પણ તૈયાર રાખવામાં આવે છે.
મક્કામાં નાગરિકી સુરક્ષા અને વહીવટીતંત્ર વચ્ચે સુમેળ સધાયેલો રહે છે. પૂર્વ અને પશ્ચિમ મક્કામાં પણ સહાય કેન્દ્રો ગોઠવવામાં આવે છે તે ઉપરાંત પવિત્ર મસ્જિદની આસપાસના વિસ્તારોમાં પણ ખાસ સુરક્ષા ગોઠવવામાં આવે છે.