(એજન્સી) ક્યૂબેક, તા. ૮
કેનેડાના ક્યૂબેક પ્રાંતના શિક્ષણ મંત્રી જીન ફ્રેન્કોઇઝ રોબર્ઝે નોબેલ પુરસ્કાર વિજેતા માનવ અધિકાર કાર્યકર મલાલા યુસુફઝઇ સાથેનો ફોટો શેર કર્યો છે. આના કારણે તેમની ઘણી ટીકાઓ થઇ રહી છે. આ તસવીર વાયરલ થયા બાદ લોકોએ તેમની ટીકા કરી તેને શરમજનક પાખંડ ગણાવ્યું છે. વાસ્તવમાં જીનની ગઠબંધન અવિનેર ક્યૂબેક (સીએક્યૂ) સરકારે એકકાયદો પસાર કર્યો છે જે અંતર્ગત શિક્ષક, પોલીસ, ન્યાયાધીશ સહિત સરકારી કર્મચારી કાર્યસ્થળ પર કોઇ ધર્મ વિશેષ સાથે સંબંધ ધરાવનરા વસ્ત્રો પહેરી શકે નહીં. તેમણે પોતાના એક ટિ્‌વટમાં જણાવ્યું હતુ કે, જો મલાલા અહીં ભણાવવા માગે છે તો તે અમારા માટે સન્માનજનક છે પણ બીજા બહોળા અને ધર્મનિરપેક્ષ દેશોમાં શિક્ષકો પોતાના કામકાજના સ્થળે ધાર્મિક સંકેતોવળા વસ્ત્રો પહેરી શકે નહીં. જીન અને મલાલાની મુલાકાત ફ્રાન્સમાં થઇ હતી જ્યાં તેમણે શિક્ષણ અને આંતરરાષ્ટ્રીય વિકાસના મુદ્દે ચર્ચા કરી હતી. ત્યારબાદ જીન દ્વારા ટિ્‌વટર પર ફોટો શેર કરતા જ લોકોની આકરી પ્રતિક્રિયા આવવાની શરૂ થઇ ગઇ હતી. એક પોસ્ટમાં લખ્યું હતું કે, મલાલાને કાયદેસર હિજાબ પહેરીને ક્યૂબેકની શાળામાં ભણાવવાની પરવાનગી નહીં મળે. એક ટિ્‌વટર યૂઝરે લખ્યું કે, શું તમે મલાલાને કહ્યું હતું કે, ક્યૂબેકમાં મલાલા જેવી મહિલાઓ જાહેર સેવામાં કેટલીક ખાસ નોકરીઓ સુધી પહોંચી શકતી નથી. તમારી સરકારનો આભાર. બીજા યુઝરે લખ્યું કે, તમે પાખંડી છો. તમે ક્યૂબેકમાં એક શિક્ષિકા બનવા નહીં દો. તમે મલાલા સાથે ફોટો શેર કરીને પોઇન્ટ મેળવી શકો છો.