સાવરકુંડલા, તા.૭
માણસો કરતા જાનવર હમેશા વફાદાર હોય છે તે ખાંભા જંગલમાં આજ જોવા મળ્યું અહી ભેંસોએ પોતાના માલિકને સિંહોના હુમલાથી બચાવી લાજ રાખી હતી. અહી આજરોજ સવારના સમયે ભાણિયાના રેબડી નેસ આસપાસ બે માલધારીઓ પોતાના માલઢોરનું ચરણ કરાવી રહ્યા હતા તે દરમિયાન વિક્રમ ભમ્મર નામક માલધારી યુવક પર ઓચિંતો સિંહે હુમલો કરતા માલધારી લોહી લુહાણ થઇ જવા પામ્યો હતો ત્યારે પોતાના માલિકનો જીવ જોખમમાં હોય ભેંસોનું ટોળું દોડી આવ્યું અને સિંહ પાછળ દોડતા સિંહ ત્યાંથી માલધારીને મૂકીને ભાગી છૂટ્યો હોય સાથે રહેલા બીજા યુવકે ત્યાંથી ૧૦૮ ઈમરજન્સી સેવાને જાણ કરતા રોડ ન હોવા છતાં ૧૦૮ના પાયલોટ ભરત ભીલ તથા ઇએમટી જીતેશ કલસરિયાએ જંગલમાં સ્ટ્રેચર પર માલધારીને લઇ ૧૦૮ સુધી ઊંચકી પહોંચાડ્યો હતો જ્યાં સારવાર આપી ૧૦૮ મારફતે ખાંભા સિવિલ સુધી પહોંચાડ્યો હતો જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે ત્યારે હાલ સિંહોની સંખ્યા વધતા સિહોના હુમલાના કિસ્સા પણ વધી રહ્યા છે જેથી વન વિભાગ થોડું સાબદું બની નિયમિત ફેરણા પેટ્રોલિંગ કરે તેવી માંગ હાલ પર્યાવરણ પ્રેમી હિમાંશુ ભટ્ટ દ્વારા કરાઇ હતી.