(સંવાદદાતા દ્વારા) ઉના, તા. ૧૮
ઐતિહાસિક વિરાસત ધરાવતા ગીર વિસ્તારના જંગલના નેસડા ધરાવતા માલધારીઓને આઝાદીના સિતેર વર્ષ પછી જંગલના કાયદાએ બરબાદ કરી કાઢી મુક્તા વેરાન ભાસે છે.
વનવિભાગના કાયદા અને જંગલ તંત્રના અધિકારીઓની જોહુકમીના કારણે નેસડા છોડી માલધારી ચાલ્યા જતાં ગીર જંગલમાં ઢોર પશુ ઘટવા લાગતા ગીરના સાવજ પણ મારણ માટે અકળાઈ ગીરના સીમાડાના વટી રહ્યા છે. તેના કારણે વન્યપ્રાણી પણ અસુરક્ષિત બની ગયા છે.
ગીરજંગલમાં એક સમયે ૨૫૮ માલધારી નેશ જોવા મળતા તેના કારણે ગીરજંગલના હજારો માલઢોર જોવા મળતા માંશાહારી પ્રાણીઓને સહેલાઈથી શિકાર મળી જતો હતો. સમય વિતતો ગયો તેમ ધીમેધીમે માલધારીને જંગલમાંથી કાઢી મુકાતા આજે માત્ર ૧૪ ગામડા વચ્ચે માત્ર સોલ નેસડા નામ પુરતા રહ્યા છે. જેના કારણે વન્યપ્રાણી શહેરી અને ગ્રામ્ય વિસ્તાર તરફ વળતા તેને રંજાડવાના કિસ્સાઓ વધુ જોવા મળે છે. આવા પ્રાણીની સુરક્ષા સામે ખતરો ઉભો થયો છે. વગડા વેરાન થતા ઐતિહાસિક વિરાસત ખતમ થઇ રહી છે. વનવિભાગ સિંહોને જંગલ ટુંકુ પડતુ હોવાનો દાવો કરે છે. પરંતુ જંગલ ખાતાના હેડ હેઠળની જમીનો, સેટલમેન્ટ જમીનો, રેવન્યુ જમીનોમાં પણ જંગલનો હક્ક હિસ્સો ન હોય ત્યા પણ વનવિભાગ ઇકોઝોનના લોકોને પરેશાન કરે છે. જંગલમાં વસ્તા જાણકારોના જણાવ્યા મુજબ સરકાર વર્ષે વન્યપ્રાણીની સુરક્ષા માટે રૂ. ૪૦ કરોડ જેટલુ બજેટ ફાળવે છે. છતાં વિશ્વની અજાયબી ગણાતા સિંહો અસુરક્ષિત થઇ રહ્યા છે. જ્યારે ૨૫૮ નેસડાઓ હતા એ વખતે વન્યપ્રાણી સુરક્ષિત હતા. ગીરના વૃક્ષોમાં વૃધ્ધીઓ થતી જોવા મળતી તે આજે નાશ થઇ રહી છે.
હાલ માલધારી નેશને કાઢી મુકવાથી સિંહ નિલગાય ભુંડ, પહુ નામના પશુંઓના શિકાર કરી શક્તા નથી. આવા પશુઓ દોડી ડુંગરા કુદી જતાં હોય સિંહ તેની પાછળ દોડી શક્તા નથી. તેના કારણે સિંહો જંગલની બહાર શિકારની શોધમાં અસુરક્ષિત રખડી રહ્યા છે.
માલધારીઓના નેસડા ઘટતાં સિંહોનું શિકારની શોધમાં રહેણાંક તરફ પ્રયાણ !

Recent Comments