(સંવાદદાતા દ્વારા) સુરત, તા. ૨૫
શહેરમાં ટ્રફિકની ભારે સમસ્યા સર્જાઇ છે. ખાસ કરીને શહેરમાં મોલની આજુબાજુના વિસ્તારોમાં સૌથી વધુ ટ્રાફિક જામ જોવા મળે છે તેનું કારણ છે મોલમાં પાર્કિગના નામે ખુલ્લેઆમ લોકોને લૂંટવામાં આવતા હતા. જેથી લોકો પૈસા બચાવવા વાહન રસ્તા પર આડેધડ પાર્કિંગ કરી દેતા હોય છે. ત્યારે હવે શહેર પોલીસ કમિશ્નરે તમામ મોલમાં ફ્રી પાર્કિંગનું એલાન કરાવી દીધું છે. મોલના સંચાલકોને પણ નોટિસ પાઠવી દેવામાં આવી છે. જોકે, તેમ છતાં હજુ પણ લોકો મોલની બહાર વાહન પાર્કિંગ કરતા હોવાના કારણે આજે શહેર પોલીસ કમિશ્નરે આકરું વલણ આપવાની જરૂર પડી છે.
સુરત શહેરની ટ્રાફિક સમસ્યાને હાલ કરવા માટે શહેર પોલીસ કમિશ્નર સતીશ શર્માએ કમર કસી છે. અગાઉ ટ્રાફિકને લઇને અનેક નિયમો લાવ્યા બાદ લોકોના હિતમાં વધુ એક સારો નિર્ણય લીધો છે. શહેરના અલગ અલગ મોલમાં પાર્કિંગના બહાને લોકો પાસેથી ૫ રૂપીયાથી માંડીને ૫૦ રૂપીયા સુધી વસુલાત કરવામાં આવતા હતા. જેના કારણે મોલમાં જવા વાળા લોકો પોતાના વાહન મોલની બહાર રસ્તા પર આડેધડ પાકિઁગ કરી દેતા હતા. જેમા કારણે વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઇ છે. આ ટ્રાફિકને હલાવી કરવા માટે અને લોકોને લૂંટતા બચાવવા માટે શહેર પોલીસ કમિશ્નર તમામ મોલમાં ફ્રી પાર્કિંગની જાહેરાત કરી છે. મોલમાં ફ્રી પાર્કિંગની જાહેરાત બાદ પણ હજુ મોલમાં ખરીદી માટે આવતા લોકો પોતાના વાહાનો રસ્તા પર પાર્કિંગ કરી દે છે. જેના કારણે હજુ પણ ટ્રાફિકની સમસ્યા સર્જાઇ છે. ત્યારે હવે શહેર પોલીસ કમિશ્નર આકરું વલણ અપાવવાની જરૂર પડી છેય. મોલની બહાર પાર્કિંગ કરતા વાહાન ચાલકોની હવે ખેર નથી. કારણે કે, ટ્રાફિક સમસ્યાને લઇ સુરત પોલીસ કમિશ્નર સતીશ શર્માએ કામગીરી તેજ કરી દીધી છે. મોલની બહાર પાર્ક કરવામાં આવતા વાહનો ડિટેઇન કરવાના આદેશો આપી દેવામાં આવ્યા છે. સુરત પોલીસ કમિશ્નરના નિર્દેશનો ચુસ્તપણે અલમ કરવા ટ્રાફિક પોલીસ કામે લાગી ગઇ છે. વધુમાં મળતી માહિતી અનુસાર સુરતના સાત ઝોનમાં પોલીસની અલગ અલગ ટીમો બનાવી કાર્યવાહી કરવામાં આવી રહી છે. જાહેર રસ્તા પર પાર્ક કરવામાં આવેલ વાહન ચાલકો વિરુદ્વ કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જાણવા મળ્યું છે.