(એજન્સી) નવી દિલ્હી,તા.૫
લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસી આગેવાન મલ્લિકાર્જુન ખડગેએ ફરી એક વખત વિવાદાસ્પદ નિવેદન આપ્યુ છે.
મહારાષ્ટ્રના જલગાંવમાં કોંગ્રેસના એક કાર્યક્રમમાં હાજર ખડગેએ રેલીને સંબોધતા કહ્યું હતું કે આપણે એટલે કે કોંગ્રેસે દેશ માટે પોતાના જીવનનુ બલિદાન આપ્યું છે. ઈન્દિરા ગાંધીએ દેશની એક્તા અને અખંડતા માટે બલિદાન આપ્યું હતું. રાજીવ ગાંધીએ દેશ માટે જીવનની કુરબાની આપી હતી.
તેમણે આગળ કહ્યુ હતું કે દેશની આઝાદી માટે ભાજપ કે આરએસએસના ઘરનો વ્યક્તિ તો શું કૂતરો પણ કુરબાન થયો હોય તેવો એક કિસ્સો તમે મને બતાવો
ખડગેએ લોકસભામાં પણ આ પ્રકારનુ નિવેદન આપ્યું હતું. ગયા વર્ષે તેમણે કહ્યુ હતુ કે દેશની આઝાદી માટે તમારા ઘરમાંથી કોણ ગયુ હતુ ..એક કૂતરો પણ નહી. તે સમયે મોદીએ જવાબ આપ્યો હતો કે આપણે કૂતરાવાળી પરંપરામાં ઉછર્યા નથી.