(એજન્સી)
નવી દિલ્હી, તા. ૮
૨૦૧૯ની લોકસભા ચૂંટણીઓમાં કોંગ્રેસના કારમા પરાજયને પગલે રાહુલ ગાંધીએ કોંગ્રેસના પ્રમુખપદેથી રાજીનામું આપ્યું છે. રાહુલ ગાંધીના રાજીનામાની સાથે પક્ષના ઘણા નેતાઓ આ ટોચના પદ મેળવવા માટે રેસમાં છે. કોંગ્રેસ પ્રમુખ બનવાની સ્પર્ધામાં રહેલા નેતાઓમાં લોકસભામાં વિપક્ષના ભૂતપૂર્વ નેતા મલ્લિકાર્જુન ખડગે સૌથી મોખરે હોવાનું અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે. કોંગ્રેસ પ્રમુખ બનવાની સ્પર્ધામાં ગયા મહિનામાં ખડગેના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો પરંતુ ખડગેએ આ અહેવાલો ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે તેઓ આ રેસમાં નથી. કોંગ્રેસનું સૂકાન કરી શકે એવા માત્ર એક જ નેતા રાહુલ ગાંધી છે અને તેઓ જ યોગ્ય પસંદગી છે. જોકે, કોંગ્રેસ પ્રમુખપદની સ્પર્ધામાં સચિન પાયલોટનું પણ નામ છે.