સુરેન્દ્રનગર, તા. ૯
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડા અને સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનુભાઈ પટેલની સૂચનાથી ભારત ભરમાં ચાલેલ ખેડૂતના વિવિધ પ્રશ્નો બાબતે આંદોલન ચાલી રહ્યા છે અને ખેડૂતોને સરકાર અનિયાય કરી રહી છે. ત્યારે દરેક મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવા માટે સૂચના આપેલ અને આજે લીંબડી તાલુકા કોંગ્રેસ સમિતિ અને લીંબડી શહેર કોંગ્રેસ દ્વારા ગુજરાત સરકાર વિરોધનો વિરોધ સુત્રોચાર કરી તેમજ લીંબડી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. જેમાં લીંબડી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ખુશાલભાઈ જાદવ લીંબડી શહેર પ્રમુખ રધુભાઈ ભરવાડ, જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખો પી.ટી.શાહ, દિલિપભાઈ વલેરા, લીંબડી નગર પાલિકા ના સભ્ય અનિલભાઇ સીંગલ, કોંગ્રેસ મહામંત્રી બાબુભાઈ સોલંકી, પુંજાભાઈ ચાવડા, લીંબડી તાલુકા કોંગ્રેસ મહામંત્રી દલપતભાઈ મકવાણા અને આઈ ટી સેલના પ્રમુખ સંજય કુમાર જાદવ, જિલ્લા આઈ ટી સેલ મંત્રી એભાભાઈ ભથાણીયા, લીંબડી નગરપાલિકાના સભ્યો, દિવ્યરાજસિંહ રાણા, લીંબડી આઈ ટી સેલ ઉપપ્રમુખ હારુનભાઈ જિવાણી, અને કોંગ્રેસ પક્ષના કાર્યક્રરો ઉપસ્થિત રહ્યા હતા.