કોડીનાર, તા.રપ
કોડીનાર મામલતદાર અને તેમની ટીમ દ્વારા શહેરની ફરસાણ અને હોટલોમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરતા ટોટલ ૭ હોટલોમાંથી ર૩ રાંધણગેસના બાટલા પકડી પાડી કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની વિગત મુજબ કોડીનાર મામલતદાર અને તેમની ટીમે આજે કોડીનારની નામાંકિત રેસ્ટોરન્ટ હોટલોમાં કોમર્શિયલના બદલે રાંધણગેસના બાટલાઓનો ઉપયોગ કરતી હોટલોમાં દરોડા પાડી ગેસની બોટલો ચેક કરી રાંધણગેસના બાટલાઓ પકડી પાડ્યા હતા. જેમાં હોટલ ક્રિષ્ના પાર્કમાંથી ૯, જલારામ હોટલમાંથી ૬, એવન ચાઈનીઝમાંથી ૩, હોટલ શિવપાર્કમાંથી ર, હોટલ હયાતમાંથી ૧, હોટલ પાવનમાંથી ૧, અને સારથી હોટલમાંથી ૧ મળી કુલ ર૩ રાંધણગેસના બાટલાઓ પકડી બાટલાઓ સિઝ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. કોડીનાર મામલતદારે હોટલોમાં ગેસની સરપ્રાઈઝ ચેકિંગ કરતા રાંધણગેસનો ઉપયોગ કરતી અનેક હોટલોમાં ફફડાટ ફેલાયો હતો.
કોડીનાર મામલતદારનો સપાટો હોટલોમાંથી રાંધણગેસના ર૩ બાટલા જપ્ત

Recent Comments