(એજન્સી) તા.૮
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ શનિવારે કહ્યું હતું કે તેમની સરકાર બધા જ વર્ગોમાં શિક્ષણ ફેલાવવા માટે પ્રતિબદ્ધ છે. બેનરજીએ તેમના ટ્‌વીટર હેન્ડલ પર લખ્યું હતું કે આજે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ છે. સંયુક્ત રાષ્ટ્રોના વિકાસ કાર્યક્રમોમાં સ્વરક્ષતા મહત્ત્વનો ભાગ છે અને તે સંયુક્ત રાષ્ટ્રોના વર્ષ ર૦૩૦ના એજન્ડાનો પણ ભાગ છે. તેમણે કહ્યું હતું કે અમારી સરકાર સમાજના બધા વર્ગોમાં શિક્ષણનો પ્રકાશ ફેલાવી રહી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ ૧૯૬૬માં યુનેસ્કોએ ૮ સપ્ટેમ્બરને આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ જાહેર કર્યો હતો.