(એજન્સી) તા.૧૮
પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીએ મંગળવારે કહ્યું હતું કે આજે લોકોને એ જાણવાનો અધિકાર છે કે ૧૯૪પમાં તાઈહોકુ વિમાન દુર્ઘટના પછી નેતાજી સુભાષચંદ્ર બોઝ સાથે શું થયું હતું. તેમણે યાદ અપાવ્યું હતું કે ર૦૧પમાંં આ જ દિવસે તેમની સરકારે નેતાજી સંબંધિત ફાઈલોને સત્તાવાર રીતે જાહેર કરી હતી. ઉલ્લેખનીય છે કે ૧૮ સપ્ટેમ્બર ર૦૧પના દિવસે પશ્ચિમ બંગાળ સરકારે નેતાજી સાથે સંબંધિત ૬૪ ફાઈલો જાહેર જનતા માટે ખુલ્લી મૂકી દીધી હતી. મોદી સરકારે પણ જાન્યુઆરી ર૦૧પમાં નેતાજી સાથે સંબંધિત વિવિધ ફાઈલોને જાહેર કરી દીધી હતી. પરંતુ આ ફાઈલોમાં એવી કોઈ માહિતી કે પુરાવો નથી જે જણાવી શકે કે ૧૮ ઓગસ્ટ ૧૯૪પ તાઈહોકુ વિમાન દુર્ઘટના પછી નેતાજી સાથે શું થયું હતું.
લોકોએ જાણવું જોઈએ વિમાન દુર્ઘટના પછી નેતાજી સાથે શું થયું હતું : બેનરજી

Recent Comments