(એજન્સી) નવી દિલ્હી, તા.રપ
બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ મંગળવારે ત્રિપુરામાં ભાજપની જીતને સામાન્ય નગરપાલિકાની જીત સાથે સરખાવી ભાજપની જીતને કોઈ મહત્ત્વ આપ્યું ન હતું. આ મારા માટે ચિંતાનું કારણ નથી. મમતા બેનરજીએ એક ટીવી ચેનલ સાથે મુલાકાતમાં તેમણે બંગાળમાં કોઈ પક્ષ સાથે ગઠબંધનનો ઈન્કાર કર્યો હતો. અમે ત્રિપુરામાં કોંગ્રેસને ૩૦ બેઠકો આપવા ઈચ્છતા હતા પરંતુ તેઓ સંમત થયા નહીં. પરંતુ હવે સંયુક્તરીતે બેસી વિચારવાનો સમય આવી ગયો છે. મમતા બેનરજીએ કહ્યું કે, પક્ષમાં રહી સાથે જનતા નેતાઓ કયા નેતાઓ (રામ) ભાજપ સાથે અને કયા નેતાઓ (બામ) સામ્યવાદીઓ સાથે બંગાળમાં મળેલા છે તેની મારી પાસે માહિતી છે. તેમણે મીડિયા પર આરોપ મૂકી કહ્યું કે કેટલાક મીડિયા જૂથો ભાજપ સાથે મળી ધિક્કાર ફેલાવવાનું કામ કરે છે. જો કાર્યકરો હિંસામાં સામેલ છે તો કેવી રીતે ૯૬ હજાર વિપક્ષી ઉમેદવારોએ ઉમેદવારી કરી ? બંગાળમાં એક મીડિયા હાઉસ નકલી સમાચારો ફેલાવે છે. તેઓ ઝારખંડથી ગુંડાઓ લાવી બીરભૂમિમાં સમસ્યાઓ સર્જે છે. નોટબંધી અને જીએસટી બન્ને મોટી ભૂલો ભાજપને ર૦૧૯માં જીત માટે મુશ્કેલી સર્જશે.