(એજન્સી) કુરસેઓંગ, તા. ૧૩
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ શુક્રવારે રાજકીય હેતુ માટે સૈનિકોના ઉપયોગ મુદ્દે ગુસ્સે ભરાયેલા પૂર્વ સૈનિકો સાથે સંવેદના વ્યક્ત કરી હતી અને ભાજપની નેતાગીરીને કહ્યું હતું કે, તે સૈનિકોના બલિદાન અને સિદ્ધિઓ પર સવાર થઇને પોતાની ઓળખ ના ઉભી કરે. તૃણમુલ કોંગ્રેસના પ્રમુખે કહ્યું કે વડાપ્રધાન મોદીની જેમ તેઓ સૈનિકોના નામે મતો નથી માગતા. ભાજપ વિરોધી જૂથોમાં બેનરજી એક મહત્વના નેતા છે તેમણે દાવો કર્યો કે, ચાલુ લોકસભા ચૂંટણીઓમાં ભાજપ માટે ૧૦૦ બેઠકો પાર કરવાનું પણ મુશ્કેલ બનશે.