(એજન્સી) કોલકાતા, તા.૩
પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણી દરમિયાન મમતા બેનર્જી અને ભાજપની વચ્ચે શરૂ થયેલો ઝઘડો સમાપ્ત થવાનો લાભ રહ્યો નથી. મુખ્યમંત્રી મમતા બેનર્જીના ઉત્તર ર૪ પરગણા જિલ્લામાં ભાજપની ઓફિસ પર કબજો કરવાના સમાચાર છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે. મમતાએ પહેલા આ ઓફિસનું તાળું તોડાવ્યું અને ભાજપના પાર્ટી ચિહ્ન ઉપર પેન્ટ કરી દીધું. ત્યાં તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)નો દાવો છે કે, આ તેમની ઓફિસ છે જેની પર ભાજપે કબજો કરી લીધો હતો. ૩૦ મેના દિવસે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના કેબિનેટની સાથે શપથ લઈ રહ્યા હતા તે સમયે મમતા બેનર્જી બંગાળના ઉત્તર ર૪ પરગણા જિલ્લામાં ધરણા પર બેઠા હતા. તેઓ થોડા સમય પછી ભાજપની ઓફિસ પહોંચી અને પોતાની સામે તાળું તોડાવી અને પોતે પાર્ટીના ચિહ્ન પર પેન્ટ કર્યો. એટલું જ નહીં મમતાએ ભાજપના ધ્વજ વગેરે પણ ઉતરાવી નાખ્યા. બંગાળના મુખ્યમંત્રીએ ભાજપના ચિહ્‌નના સ્થાને પોતાની પાર્ટીનું નામ લખ્યું. મમતાએ આરોપ લગાવ્યો કે, ભાજપે તેમની ઓફિસૃ પર કબજો કરી લીધો હતો. હવે મમતાની આગેવાનીમાં ટીએમસીએ પોતાનો કબજો કરી લીધો છે. ત્યાં રાજ્યમાં જય શ્રીરામ બોલવા પર રાજકારણ ગરમાયું છે. જ્યાં મમતા જય શ્રીરામ બોલવા પર ગુસ્સે થઈ ગયા ત્યાં પછી તેમણે સ્પષ્ટતા આપી કે ભાજપ તેની પર રાજકીય ચાલ ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, મમતા લોકસભા ચૂંટણી દરમિયાન જાહેરમાં ભાજપની વિરૂદ્ધ મેદાનમાં ઉતરી આવી હતી. વડાપ્રધાન મોદી અંગે વિવાદિત ટિપ્પણી સુદ્ધાં કરી નાખી હતી.